અમરેલી વર્તુળ કચેરી દ્વારા ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ આયોજિત મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવને ગ્રાહકોનો અભૂતપૂર્વ સહકાર મળ્યો હતો. જોકે, હજુ પણ અનેક ગ્રાહકોના વીજ બિલ ભરવાના બાકી હોવાથી તંત્ર દ્વારા આગામી ૧૭ તારીખના રોજ ફરીથી મોટા પાયે ‘માસ ડિસ્કનેક્શન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું છે. અધિક્ષક ઈજનેર જે. એસ. દહિયાએ અમરેલીના તમામ માનવતા વીજ ગ્રાહકોને નમ્ર અપીલ કરી છે કે વીજ જોડાણ કપાવાની અપ્રિય પરિસ્થિતિ ટાળવા માટે ટીમ તમારા ઘરે પહોંચે તે પહેલાં જ બાકી રહેલા બિલોની ચુકવણી કરી દેવી અનિવાર્ય છે. પીજીવીસીએલ વહીવટી તંત્ર આપના સહકારની અપેક્ષા રાખે છે જેથી અવિરત વીજ સેવા જળવાઈ રહે.






































