અમરેલીમાં એક પરિણીતાએ તેમના પતિ અને સાસરી પક્ષના અન્ય સભ્યો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંજુમબેન અખરતભાઇ કાજી (ઉ.વ.૨૮)એ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના લગ્ન ૦૨ માર્ચ, ૨૦૧૮ ના રોજ થયા હતા. લગ્નજીવન દરમિયાન જ્યારે પતિ-પત્ની સારી રીતે રહેતા હતા, ત્યારે તે વાતથી સાસરિયાને સારું લાગતું ન હતું. આ આરોપીઓ તેમને અવારનવાર માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. સાસુ તેમના પતિ સહિત અન્ય આરોપીને ચડામણી કરતા હતા. પતિએ તેમને ફોન કરીને છૂટાછેડા આપવાની ધમકી આપી હતી. આરોપીઓ અવારનવાર મેણાં ટોણાં મારતા હતા. તેમજ ગાળો આપીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.