પાદરા તાલુકાના સોખદારાઘુ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં યુવાનનો પગ લપસતા નદીમાં ખાબક્યો હતો. નદીમાં ખાબકતા જ એક મગર આ યુવાનને પાણીમાં ખેચી ગયો હતો. ઇમરાન દીવાન નામના ૩૦ વર્ષના સોખડારાઘુ ગામના યુવાનને બચાવવા સ્થાનિક લોકોની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ જોડાઈ હતી. આ ઘટનાને પગલે નદી કિનારે ગ્રામ લોકોના ટોળા જમ્યા હતા. જો કે બપોર સુધી યુવાનનો પત્તો લાગ્યો નહોતો. આખરે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાને મગરની ચંગુલમાંથી બચવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ આખરે તે જીંદગી હારી ગયો હતો.
મળતા અહેવાલ પ્રમાણે યુવાનનો પગ લપસી જતાં તે નદીમાં પડી ગયો હતો. ત્યારે મગરે અચાનક હુમલો કર્યો હતો. યુવાન બચવા માટે તડફડીયા મારી રહ્યો પણ તે મગરની પકડમાંથી નીકડી શક્યો નહીં, આખરે યુવાનનો જીવ જતો રહ્યો હતો, યુવાનના મોત પછી પણ મગરે તેના મૃતદેહને છોડ્યો નહીં, બે કલાક સુધી પાણીમાં મૃતદેહ સાથે તરતો રહ્યો હતો.
થોડાક દિવસ પહેલા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામે પણ આવીજ ઘટના થઈ હતી. જેમાં એક કિશોરીને મગર દેવ નદીના કાંઠેથી ખેટી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ સતત બે દિવસ સુધી કિશોરીનો મૃતદેહ સર્ચ કરતી રહી હતી. આખરે બે દિવસ બાદ ઉંચા ઘાસમાંથી કિશોરીનો મૃતદેહ શોધ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે દેવ નદીમાં ૫૦ જેટલા મગર વસવાટ કરે છે.
વડોદરામાં વિશ્વામિત્રી બ્રીજ પાસે આબેલી ખાનગી કંપની ની ખુલ્લી જગ્યા માં અંદાજિત ૫.ફૂટ નો મગર દેખાઈ દેતા દોડધામ મચી હતી. હાલ વરસી રહેલા વરસાદના પગલે શરીર શ્રુપ જીવચરો પાણીમાંથી બહાર આવી જતા હોય છે. ત્યારે આવીજ ઘટના ગત રાત્રે બની હતી જેમાં વિશ્વામિત્રી બ્રિજ નજીકની ખાનગી કંપનીમાં મગરે કેટવોક કરતા લોકના જીવ અદ્ધર થયા હતા. બનાવની જાણ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને કરવામાં આવતા ટીમ દોડી ગઈ હતી અને અંદાજિત ૫ ફૂટના મગરને રેસ્ક્યુ કરવા માં આવ્યો હતો.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળી માનવ વસ્તીમાં આવી જતા હોવાના વારંવાર બનાવ બની રહ્યા છે. જેથી જીવ દયા કાર્યકરો અને ફોરેસ્ટ વિભાગના જવાનોની કામગીરી એકાએક વધી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં આવી રીતે જુદા જુદા બે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.