પાટણમાં વૃંદાવન બંગ્લોઝમાં વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રાત્રિનાં સમયે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણમાં વૃંદાવન બંગ્લોઝમાં વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રાત્રિનાં સમયે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગોદાવરીબેન પરમાર નામની મહિલાની હત્યા કરાતા ઘટનાને પગલે એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.એલસીબી,એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે વૃદ્ધની હત્યાનો ચકચારજનક બનાવ બન્યો હતો. હત્યાના પગલે પાટણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો. પાટણ પોલીસે હત્યાના ઉકેલા ગુના મુજબ આ હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ફક્ત પ્રેમ પામવા માટે વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ કેસને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.
આંચકાજનક વાત તો એ છે કે આ ફિલ્મ માટે દ્રશ્યમ ફિલ્મનો આધાર લેવામાં આવ્યો છે. વૃદ્ધની પડોશમાં રહેતા પ્રેમી-પ્રેમિકાએ વૃદ્ધને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. વૃદ્ધના પડોશમાં રહેતાં જ પ્રેમી-પ્રેમિકાએ તેમની હત્યા કરી હતી. હત્યારા ભરત અને ગીતા પોલીસના સકંજામાં આવ્યા છે. આ પ્રેમી પંખીડા હત્યા કર્યા પછી મુંબઈમાં સ્થાયી થવાના હતા.