પાટણ પાલિકા પ્રમુખે ભાજપના જ ૬ કોર્પોરેટર સામે કાર્યવાહી કરવા  પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, સરકારના માણસો જ વિકાસનાં કામમાં રોડા નાખે છે. તો બીજી તરફ, નગરસેવકોએ પણ મહિલા પ્રમુખ સામે વળતા પ્રહાર કર્યા છે. પાટણ નગર પાલિકાનો અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો છે.  ભાજપ સાશિત પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે આંતરિક વિવાદથી કંટાળીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, પાલિકામા સત્તાનું સુકાન સાંભળ્યું ત્યારથી છ સદસ્યો વિકાસના કામોમાં રોડા નાખી રહ્યાં છે. સામાન્ય સભામા એજન્ડા પરના વિકાસના કામો સદસ્યો નામંજુર કે મુલતવી રખાવી શહેરનો વિકાસ અટકાવી રહ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો.પાલિકામાં સદસ્ય શૈલેષ પટેલ, મનોજ પટેલ, નરેશ દવે, મનોજ નાગર દાસ પટેલ,બિપિનભાઈ તેમજ કારોબારી ચેરમેન મુકેશ પટેલ વિકાસના કામોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. આ છ સભ્યો પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. પાલિકાના છ સદસ્યો સામે પગલાં ભરવા રજુઆત કરાઈ. મહત્વનું છે કે,જ્યારથી પાટણ નગરપાલિકાનું હિરલબેન પરમારે સુકાન સંભાળ્યું. ત્યારથી ૬ સદસ્યો વિકાસના કામોમાં અવરોધ ઉભો કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ સાથે પાલિકા પ્રમુખે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. જેમાં પાલિકાના સદસ્ય શૈલેષ પટેલ, મનોજ પટેલ, નરેશ દવે, મનોજ નાગરદાસ પટેલ, બિપિનભાઈ અને કારોબારી ચેરમેન મુકેશ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે.અને લખ્યું છે કે, આ છ સદસ્યો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. આ તમામ સામે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરાઈ.પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વિરોધ કરનારા તેમની જ પાર્ટીનાં ૬ સભ્યોનાં નામ સાથે પોતાની હૈયાવરાળ સ્વરૂપની ફરીયાદ હવે  મુખ્યમંત્રીને લેખિત સ્વરૂપે કરી છે. સાથે પ્રમુખે એજન્ડાની નકલો પણ મુખ્યમંત્રીને ઇ-મેઇલ કરી છે.