કમોસમી વરસાદથી ૪ર લાખ હેક્ટરથી વધુ અને ૧૬ હજાર કરતા વધારે ગામમાં નુકસાની થઈ હોવાનો પ્રાથમિક અંદાજ
રાજ્યના ખેડૂતો માટે શુક્રવારનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની માટે ૧૦ હજાર કરોડની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાંજે અતિ મહ¥વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રીએ ચર્ચા કરી હતી. ત્યારબાદ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે ૧૦ હજાર કરોડની રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા ૧૦ હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ ચૂક્યો છે. એસડીઆરએફનાં ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવવા માટે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ભંડોળમાંથી પણ સહાય ચૂકવવાની વિચારણા ચાલી રહી છે. લગભગ ૪૨ લાખ હેક્ટરથી વધારે અને ૧૬ હજારથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંય ગામડાંમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. એને કારણે નુકસાન વધ્યું છે.
રાજ્ય સરકારના રાહત પેકેજને દિલીપ સંઘાણીએ આવકાર્યું
રાજ્ય સરકારે ખેડૂતોને થયેલ ખેતી પાકમાં નુકસાની બદલ રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આ રાહત પેકેજને આવકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખેડૂતોની વેદનાને સંવેદનામાં બદલવા બદલ આભાર માન્યો હતો.
ખેડૂતોને પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ રૂપિયા મળશે
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, ‘કમોસમી વરસાદના કારણે રાજ્યના ૧૬,૫૦૦ ગામોમાં ખેડૂતોને ૪૪ લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં ૯,૮૧૫ કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.’
લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે
૭ નવેમ્બરે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિ વિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાય એ માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે આ બેઠક બાદ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે.







































