એક તરફ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. બીજી તરફ, સાઉદી અરબના મંત્રીઓ અચાનક ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેરે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. તમને જણાવી દઈએ કે સાઉદી વિદેશ રાજ્યમંત્રીની આ મુલાકાત પહેલાથી જ નક્કી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ એકસ પર આ અંગે એક પોસ્ટ શેર કરી. પોસ્ટ શેર કરતા એસ જયશંકરે લખ્યું, ‘આજે સવારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે સારી મુલાકાત થઈ.’ આતંકવાદ સામે મજબૂતીથી લડવા માટે ભારતના વિઝનને શેર કર્યું.
તમને જણાવી દઈએ કે બુધવારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઉપરાંત, મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્યોના મોત થયા છે, ત્યારબાદ મસૂદ અઝહરે પોતાનું દુઃખ વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું અને પછી ભારતને ધમકી આપી. આ હુમલા બાદથી, પાકિસ્તાની સેના સરહદ પારથી સતત ગોળીબાર અને તોપમારો કરી રહી છે. તેમજ પાકિસ્તાની સેના નિર્દોષ ભારતીયોને નિશાન બનાવી રહી છે.
આ દરમિયાન, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સાઇટ ઠ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે લખ્યું છે કે, ‘ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના પક્ષમાં છે.’ છેલ્લા દાયકામાં, આપણે સરહદ પારના આતંકવાદી હુમલાઓમાં ૩૫૦ થી વધુ નિર્દોષ ભારતીય નાગરિકો ગુમાવ્યા છે. ૬૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ઇઝરાયલ સાથે ઉભા છે. દરમિયાન, બુધવારે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલા બાદ, ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે ટ્વીટર પર લખ્યું: “ઇઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપે છે. આતંકવાદીઓએ જાણવું જાઈએ કે નિર્દોષ લોકો સામેના તેમના જઘન્ય ગુનાઓથી તેમની પાસે છુપાવવા માટે ક્યાંય નથી.”