પાકિસ્તાન હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાના કાવતરામાં સામેલ રહ્યું છે અને તેની સેના આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાના કાવતરામાં સામેલ રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા અંગે સૂત્રોએ ઘણા મોટા ખુલાસા કર્યા છે, જેનાથી ફરી એકવાર પાકિસ્તાન અને તેની સેનાનો પર્દાફાશ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા સામે આવ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કરના એક આતંકવાદીએ એક પાકિસ્તાની સૈનિકના પરિવારને મળ્યો.
પાકિસ્તાન આર્મીના કેપ્ટન સાદ બિન ઝુબૈરના ભાઈની એક તસવીર સામે આવી છે જેમાં તે લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી અબુ મુસા કાશ્મીરી સાથે ઉભો જાવા મળી રહ્યો છે.
કેપ્ટન સાદ પાકિસ્તાન આર્મીમાં હતો અને ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ બલુચિસ્તાનમાં માર્યો ગયો હતો. લશ્કરનો આતંકવાદી અબુ મુસા ૨૨ માર્ચે સાદના પરિવારને મળવા પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૮ એપ્રિલે અબુ મુસાએ રાવલકોટમાં ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેના ચાર દિવસ પછી ૨૨ એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલો થયો હતો.
આ ભાષણના જે વીડિયો સામે આવ્યો છે તેમાં અબુ મુસાને ભડકાઉ ભાષણ આપતા સાંભળી શકાય છે. તેમને કાશ્મીરની સ્વતંત્રતા વિશે ભાષણ આપતા સાંભળવામાં આવે છે. આ સમય દરમિયાન, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંકતા પણ જાવા મળે છે.ભારતીય તપાસ એજન્સીઓ હવે આ વીડિયોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.