એશિયા કપ ૨૦૨૫ પહેલા પાકિસ્તાની ટીમ માટે ચિંતાનું એક મોટું કારણ ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું ફોર્મ છે. હવે, તેની વાપસી અંગે, પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ એશ્વે નોફકીએ તેમના નિવેદનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આફ્રિદી ફરીથી એશિયા કપ દરમિયાન બોલ સાથે એ જ જૂના ફોર્મમાં જાવા મળશે, જેના માટે તે જાણીતો છે. શાહીન આફ્રિદીના ખરાબ ફોર્મ પાછળ તેની ફિટનેસ પણ એક મોટું કારણ છે.
શાહીન આફ્રિદીના ખરાબ ફોર્મનું મુખ્ય કારણ ૨૦૨૩માં પીઠની સમસ્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે તે અત્યાર સુધી પોતાનો જૂનો ફોર્મ શોધી શક્યો નથી. આ દરમિયાન, તાજેતરમાં જ બાંગ્લાદેશ સામેની ટી ૨૦ શ્રેણી માટે શાહીનને પાકિસ્તાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ એશ્લે નોફકીએ આઇસીસીને આપેલા નિવેદનમાં શાહીન આફ્રિદી વિશે કહ્યું હતું કે જા આપણે તેના બોલની ગતિ વિશે વાત કરીએ તો તે પોતે પણ તેના વિશે જાણે છે. કોઈપણ બોલરને સ્વસ્થ થવામાં સમય લાગે છે, તેણે તેની ફિટનેસ પર ઘણું કામ કર્યું છે અને હવે આફ્રિદીની ગતિ પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તેના સ્વિંગ પર કામ કરી રહ્યા છીએ
શાહીન આફ્રિદીની સ્વિંગ બોલિંગ વિશે એશ્લે નોફકીએ વધુમાં કહ્યું હતું કે તેને થોડી ટેકનિકની જરૂર પડે છે. આપણે બધાએ જાયું છે કે જ્યારે તે બોલ સ્વિંગ કરે છે ત્યારે જમણા હાથના બેટ્સમેન માટે તેનો સામનો કરવો કેટલું મુશ્કેલ બની જાય છે. મારા મતે, તે દરેક મેચમાં બોલ સ્વિંગ કરવાનો પ્રયાસ કરશે નહીં, પરંતુ જા તે કરશે, તો તે ઇનસ્વિંગ હશે કે આઉટસ્વિંગ, તે આફ્રિદી પર નિર્ભર રહેશે. અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે તે સ્ટમ્પ પર સતત બોલને સમાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે.