પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ ઢાકાના મીરપુર સ્થિત શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, ટોસ હાર્યા બાદ, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ૪૭.૩ ઓવરમાં ૨૭૪ રનમાં ઓલઆઉટ થઈ ગયું. લક્ષ્યનો પીછો કરતી વખતે, બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, પરંતુ મેદાન પર બનેલી એક ઘટનામાં પાકિસ્તાની ખેલાડી હુસૈન તલાતને સ્ટ્રેચર પર બેસાડીને સીધો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરતી વખતે હુસૈન તલાતના ખભામાં ઈજા થઈ. લક્ષ્યનો પીછો કરતી વખતે બાંગ્લાદેશે પાંચમી ઓવરના અંત સુધીમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ લિટન દાસ અને તૌહીદ હૃદયોયે ઇનિંગને સ્થિર કરી. છઠ્ઠી ઓવરમાં, મોહમ્મદ વસીમે ઇનિંગનો બીજા બોલ ફેંક્્યો, લિટન દાસે ડીપ થર્ડ રિજનમાં શોટ રમ્યો. ત્યાં ફિલ્ડીંગ કરી રહેલા હુસૈન તલાતે બાઉન્ડ્રી તરફ જતા બોલને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેના ખભામાં ઈજા થઈ. હુસૈન તલાત પીડાથી કણસતો જાવા મળ્યો, અને તેની સ્થિતિ, તાત્કાલિક સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો અને પછી તાત્કાલિક હોસ્પિટલલઈ જવામાં આવ્યો.
હુસેન તલતની ઈજા બાદ,પીસીબીએ એક અપડેટ જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે મેદાન પરના તબીબી સ્ટાફ દ્વારા તલતની તપાસ કરવામાં આવી હતી અને તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને વધુ મૂલ્યાંકન માટે હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો. ડોકટરો વધુ તબીબી તપાસ પૂર્ણ કર્યા પછી તેની ઈજા અંગે સંપૂર્ણ અપડેટ ઉપલબ્ધ થશે. હુસેન તલત વિશે વાત કરીએ તો, તેણે ૨૦૧૯ માં વનડે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, ૩૦ વર્ષીય ઓલરાઉન્ડર ફક્ત ૧૧ વનડે રમ્યો છે, જેમાં કુલ ૨૨૪ રન બનાવ્યા છે.













































