કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓમ પ્રકાશ રવિવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજાગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ૬૮ વર્ષીય નિવૃત્ત ડીજીપીના પેટ અને છાતી પર છરાના અનેક ઘા મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની પત્નીએ મિલકતના વિવાદને લઈને તેની સાથે ઝઘડો કર્યો હતો, જેના પગલે તેણે તેના પર મરચાનો પાવડર ફેંક્્યો, તેને દોરડાથી બાંધ્યો અને પછી છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી. પત્નીએ પતિ પર હુમલો કરવા માટે કાચની બોટલનો પણ ઉપયોગ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યા પછી, નિવૃત્ત અધિકારીની પત્નીએ બીજા પોલીસ કર્મચારીની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે તેણે તેના પતિની હત્યા કરી છે. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીને કસ્ટડીમાં લઈ લીધી. માતા અને પુત્રીની લગભગ ૧૨ કલાક પૂછપરછ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ પોલીસ વડાની આઘાતજનક હત્યામાં પત્ની મુખ્ય શંકાસ્પદ છે.
ઓમ પ્રકાશના શરીર પર પેટ અને છાતી પર છરીના અનેક ઘા હતા. રિપોર્ટ અનુસાર, ઓમ પ્રકાશ અને તેમની પત્નીનો એક સંબંધી સાથે એક મિલકત અંગે વિવાદ હતો જે તેમણે બીજા કોઈને ટ્રાન્સફર કરી હતી. ભૂતપૂર્વ અધિકારી પર છરીથી હુમલો કરવાની શંકા છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યામાં તેની પુત્રીની ભૂમિકા હતી કે નહીં. ઓમ પ્રકાશના પુત્રની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે.
બેંગલુરુના એડિશનલ પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે પોલીસને સવારે ૪ વાગ્યાની આસપાસ નિવૃત્ત અધિકારીના મૃત્યુની માહિતી મળી હતી. ઓમ પ્રકાશ ૧૯૮૧ બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી હતા. માર્ચ ૨૦૧૫ માં તેમને પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા, તેઓ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ અને હોમગાર્ડ્‌સનું પણ નેતૃત્વ કરી ચૂક્યા છે.
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું, “નિવૃત્ત પોલીસ મહાનિર્દેશક ઓન પ્રકાશની હત્યા કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી સૂચવે છે કે તેમની પત્નીએ ગુનો કર્યો છે, પરંતુ તેની તપાસ ચાલી રહી છે. આપણે રાહ જાવી પડશે. ૨૦૧૫ માં જ્યારે હું ગૃહમંત્રી હતો ત્યારે તેમણે મારી સાથે કામ કર્યું હતું, તેઓ એક સારા અધિકારી અને સારા વ્યક્તિ હતા. આવું ન થવું જાઈતું હતું, તપાસમાં બધું જ બહાર આવશે.”