પ્રો કબડ્ડી લીગની ૧૨મી સીઝનના પહેલા દિવસે હરાજી પૂર્ણ થઈ ગઈ છે. હરાજી ૧ જૂને પણ યોજાશે. પહેલા દિવસે કુલ ૨૬ ખેલાડીઓ વેચાયા હતા. કરિશ્માઈ ઈરાની ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂ ચિયાનેહ સૌથી મોંઘા વેચાયા હતા. ગુજરાત જાયન્ટ્સ ટીમે તેને ૨.૨૩ કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કર્યો છે. પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં આ ચોથી સૌથી મોટી બોલી છે. અન્ય ટીમોએ પણ તેને ખરીદવા માટે બોલી લગાવી હતી.
મોહમ્મદ રેઝા શાદલુ ચિયેનેહ પ્રો કબડ્ડી લીગમાં સતત ત્રીજી સીઝનમાં ૨ કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. બંગાળ વોરિયર્સે દેવાંક દલાલને ૨.૨૦૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે પ્રો કબડ્ડી લીગ ૨૦૨૫ના પહેલા દિવસે બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. દિલ્હી દબંગ ટીમે આશુ મલિકને ૧.૯૦ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આશુને શ્રેષ્ઠ રેડર્સમાં ગણવામાં આવે છે અને તે મેચનો રસ્તો બદલવામાં માહિર છે.
અંકિત જગલંગને પટના પાઇરેટ્સ ટીમે ૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જુન દેશવાલ તમિલ થલૈવાસ ગયો છે. તેમને ૧.૪૦૫ કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે. પહેલા દિવસે દસ ખેલાડીઓએ ૧ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. પ્રો કબડ્ડી લીગ ૨૦૨૫માં પહેલા દિવસે કુલ ૨૮ ખેલાડીઓની બોલી લાગી હતી, જેમાંથી ૨૬ ખેલાડીઓ વેચાયા હતા અને ફક્ત બે ખેલાડીઓ વેચાયા ન હતા. જે ખેલાડીઓ વેચાયા ન હતા તેમાં પ્રદીપ નરવાલ અને સાહિલ ગુલિયાનો સમાવેશ થાય છે. પરંતુ આ બે ખેલાડીઓનું નસીબ બીજા દિવસે ચમકી શકે છે અને આ ખેલાડીઓ હરાજીના બીજા દિવસે વેચાઈ શકે છે.
પીકેએલ હરાજી ૨૦૨૫ના પહેલા દિવસે વેચાયેલા ટોચના ૫ ખેલાડીઓઃ
૧. મોહમ્મદરેઝા શાદલૂ ચિયાનેહઃ ૨.૨૩ કરોડ
૨. દેવાંક દલાલઃ ૨.૨૦૫ કરોડ
૩. આશુ મલિકઃ ૧.૯ કરોડ
૪. અંકિત જગલાનઃ ૧.૫૭૩ કરોડ
૫. અર્જુન દેશવાલઃ ૧.૪૦૫ કરોડ