કાલાવડ ખાતે ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા ૩૧મી ડિસેમ્બરના રોજ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને છોડી સનાતની પરંપરા મુજબ ‘ગૌ સેવા પર્વ’ મનાવવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ ડા. સીમાબેન પટેલના માર્ગદર્શન હેઠળ
વૃંદાવન ગૌશાળા ખાતે ગૌપૂજન, આરતી અને ગૌમાતાને લાડુ તથા લીલું ઘાસ ખવડાવી શાસ્ત્રોક્ત વિધિથી ઉજવણી કરાઈ હતી. જેમાં રાત્રિના સમયે રસ્તા પર વિહરતા ગૌવંશને અકસ્માતથી બચાવવા માટે ‘રેડિયમ બેલ્ટ’ બાંધવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાધુ-સંતો, ભાજપના પદાધિકારીઓ, હનુમંત સેનાના સભ્યો અને મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દર વર્ષે ૩૧મી ડિસેમ્બરને ‘ગૌ સેવા પર્વ’ તરીકે ઉજવી યુવા પેઢીમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનો સંકલ્પ લેવાયો હતો.