સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે. ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર પશુપાલકોને ચુકવતી હોય છે અને આ ભાવ ફેર થકી પશુપાલકો પોતાના ખેતરમાં નવીન પાક વાવીતરની તૈયારીઓ કરતા હોય છે દવા બિયારણ ખાતર સહિતની વસ્તુઓ વાર્ષિક ભાવ ફેરમાંથી ખરીદી કરતા હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કર્યું હોવાના કારણે પશુપાલકો આક્રમક બની જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
જોકે સાબરડેરીના જ ડિરેક્ટર જશુભાઈ પટેલની આગેવાની હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાબર ડેરી દ્વારા દર વર્ષે ૩૦ જૂન સુધીમાં પશુપાલકોને ભાવફેરના રૂપિયા ચૂકવી દેવામાં આવતા હોય છે પરંતુ ચાલુ ચાલે સાબર ડેરી દ્વારા હિસાબો ઓડિટ ન થયા હોવાના બહાના હેઠળ આપવામાં લેટ કર્યું હોવાને લઈ પશુપાલકો આક્રમક બન્યા હતા અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
જોકે આ બાબતે પશુપાલકોની સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો પણ જાડાયા હતા જોકે સત્વરે પશુપાલકોને ચૂકવવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની પણ સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી છે એટલું જ નહીં પરંતુ સાબર ડેરીના સત્તાધીશો સામે આક્ષેપો પણ કર્યા હતા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો વાર્ષિક ભાવ ફેર ની રાહ જોઈને બેઠા હતા પરંતુ સાબર ડેરી દ્વારા ભાવ ફેર ચૂકવવામાં લેટ કર્યું છે એટલું જ નહીં પરંતુ સાબર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભા ગત ૩૦ તારીખે યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ ઓડિટ રિપોર્ટ ન આવ્યો હોવાનું કારણ બતાવી સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હવે સત્વરે ભાવફેર ચૂકવવા માટે પશુપાલકો આંદોલનના રસ્તે આવ્યા છે ત્યારે હવે ક્્યારે ચૂકવાય છે તેની બંને જિલ્લાના પશુપાલકો રાહ જોઈ રહ્યા છે.