પરિણીતી ચોપરા છેલ્લે ૨૦૨૪ માં ઈમ્તિયાઝઅલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજીત દોસાંઝ સાથે જાવા મળી હતી. ઓક્ટોબર ૨૦૨૫ માં તેમના પુત્ર નીરજનું સ્વાગત કરનાર આ દંપતીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોથી દિલ જીતી લીધા છે.
રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પિતૃત્વ રજાનો મુદ્દો ઉઠાવ્યો. પરિણીતીએ આ માટે તેના પતિ રાઘવની પ્રશંસા કરી છે. આ દરમિયાન રાઘવે કહ્યું કે પિતાએ તેના નવજાત બાળકની સંભાળ રાખવા અને તેની નોકરી વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંભાળ બંને માતાપિતાની સમાન જવાબદારી છે.
પરિણીતી ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર રાઘવનો આ વીડિયો શેર કર્યો અને એક ભાવનાત્મક સંદેશ લખ્યો. તેણીએ લખ્યું, “મારા પ્રિય પતિ, આજે સંસદમાં તમને બોલતા જાવું ખૂબ જ ખાસ ક્ષણ હતું, ફક્ત એક સાંસદ તરીકે જ નહીં, પરંતુ અમારા બાળકના પિતા તરીકે. તમે તે પિતા વિશે વાત કરી જે હું દરરોજ જાઉં છું.”
પરિણીતી ચોપરાએ આગળ લખ્યું, “અમે ઘણી વખત ચર્ચા કરી છે કે અમારા બાળકને બંને માતાપિતાના સંપૂર્ણ અધિકારો હોવા જાઈએ. પિતૃત્વ રજા ફક્ત એક નીતિ નથી, તે એવી રીત છે જે આપણે અમારા બાળકને ઉછેરીએ છીએ. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે ફક્ત માતા જ નહીં, પરંતુ પિતાનો પણ જન્મ થાય છે.”
પરિણીતીએ આગળ લખ્યું, “ઘણી માતાઓ કોઈ પણ પ્રકારના ટેકા વિના, એકલા હાથે આ જવાબદારી નિભાવે છે. આજે, તમે સંસદમાં પોતાનો અવાજ ઉઠાવ્યો. જા આનાથી કેટલીક માતાઓ અને પિતાઓને થોડો પણ ટેકો મળે, તો તે આપણા માટે એક મોટી જીત હશે. એક સારા પિતા અને સારા નેતા બનવા બદલ આભાર. મને હંમેશા તમારા પર ગર્વ છે.”















































