રાજુલાના હીંડોરણા ગામે એક પુરુષ તેની પત્નીથી અલગ રહીને દીકરીઓનું ભરણપોષણ કરતો હતો. આ વાત તેના પિતા તથા ભાઈને ગમતી નહોતી. જે બાબતનું મનદુઃખ રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.શરીરે આડેધડ મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગોવિદરામ જેન્તીરામ દુધરેજીયા (ઉ.વ.૨૮)એ કરણભાઇ ભુપતભાઇ મકવાણા, ભુપતભાઇ બાલુભાઇ મકવાણા, શૈલેષભાઇ મંગાભાઇ બારૈયા તથા ભાર્ગવભાઇ સોલંકી સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, મનિષાબેન ભરતભાઇ બાંભણીયા તેના પતિથી અલગ એકલા દાતરડી ગામે ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ તેનું તથા તેની દિકરીઓનું ધ્યાન રાખતા હોય અને તેના ઘરનું ગુજરાન ચલાવતા હોય જે બાબત સાહેદ મનિષાબેનના પિતા તથા ભાઇને ગમતી ન હોય જે બાબતનું મનદુઃખ રાખી તેમને ગાળો આપી લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ વાંસાના ભાગે તથા બન્ને પગના નળાના ભાગે સાત આઠ ઘા મારી મુંઢ ઇજા કરી હતી. આ સમયે સાહેદ મનિષાબેન વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.