બાબરામાં રહેતા લાલજીભાઇ ધીરુભાઇ ખીહડીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, ભોગબનનારને તેની વાડીએ તલનું વાવેતર કરવાનું હતું. તેમની વાડીની બાજુમાં પાણીની નહેર નીકળતી હતી. જેમાં પાણીની મોટર નાખી પાણી લેવું હોવાથી ભોગબનનારની પત્નીએ પાણીની નહેરમાં મોટર નાખવાની ના પાડી હતી. જે બાબતે ભોગબનનારને લાગી આવતા પોતાની મેળે વાડીએ આવેલ મકાનના રૂમમાં રાખેલ એસિડની બોટલમાંથી બે ઘુંટ પી’ જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.