બાબરાના ઉંટવડ ગામે રહેતી એક પત્નીએ તેના પતિને પિયર જવા માટે બસની ટિકિટ કરાવવાનું કહેતાં સારું નહોતું લાગ્યું અને ઝઘડો કરી લાફા માર્યા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે મેઘાબેન રવિભાઈ વ્યાસ (ઉ.વ.૨૬)એ લાઠીના અકાળા ગામે રહેતા પતિ રવિભાઈ રાજેન્દ્રભાઈ વ્યાસ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના તેના પતિ અવાર નવાર ફોનમાં વ્યસ્ત હોવાથી પૂછતા હતા. તેમણે પતિને પિયરમાં જવા બસની ટિકિક બુક કરાવવાનું કહેતા આરોપીને સારું નહોતું લાગ્યું અને સાચી-ખોટી વાતો સંભળાવી ઝઘડો કરી લાફા માર્યા હતા. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એમ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.