સાવરકુંડલાના વિજપડી ગામે એક પરિણીતા પર તેના પતિએ શંકા-કુશંકા કરી ત્રાસ ગુજાર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે સિમરનબેન રહીમભાઈ બેલીમ (ઉ.વ.૩૦)એ પતિ રહીમભાઈ મેહબુબભાઈ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિએ ઘરકામ તેમજ ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકા કરી મેણાટોણા માર્યા હતા. ઉપરાંત ગાળો બોલી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.