બિહારની રાજધાની પટનામાં અકસ્માત થયો છે. શનિવારે બપોરે ગંગા નદીમાં બોટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૪ લોકોના મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. બોટમાં લગભગ ૨૦ લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બોટ દ્વારા ગેરકાયદેસર રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન રેતીના વહન સાથે સંકળાયેલા લોકો માટે બોટમાં જ બપોરનું ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક ગેસ લીકેજ થતાં સિલિન્ડર ફાટતાં બોટમાં સવાર ચાર વ્યÂક્તઓ નદીની વચ્ચોવચ આગની જ્વાળાઓમાં દાઝી જતાં દર્દનાક મૃત્યુ પામ્યા હતા.
માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા માણેર પોલીસ સ્ટેશનના પ્રમુખે ૪ લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક બોટ સવારોને ઈજા થઈ હોવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે રેસ્ક્યુ ટીમે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હાલમાં ઘાયલોનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી.