બિહારની રાજધાની પટણાથી ૫૦ કિમી દૂર પાલીગંજ સબડિવિઝનમાં બિક્રમના મંજૌલી સિંઘરા રોડ પર અજાણ્યા ગુનેગારોએ બે બાઇક સવારોને ગોળી મારી દીધી. બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા. ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ પછી, ઘટનાની માહિતી પટના હ્લજીન્ ટીમને આપવામાં આવી છે. બે મૃતક યુવાનોની ઓળખ સોનુ કુમાર અને રોશન કુમાર તરીકે કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ગામલોકો મજૌલી સિંઘરા માર્ગ પર ફરવા નીકળ્યા હતા. ત્યારે તેમણે જાયું કે રસ્તાના કિનારે એક અપાચે બાઇક હતી અને તેનાથી થોડા અંતરે બે યુવાનોના મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા. આ ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. બંને યુવાનોના મૃતદેહ મળવાના સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. ત્યારબાદ ગ્રામજનોએ સૌપ્રથમ ૧૧૨ ડાયલને જાણ કરી, ત્યારબાદ બિક્રમ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
પોલીસે ઘટનાસ્થળેથી અનેક ગોળીઓના ખોખા પણ જપ્ત કર્યા છે. બંને યુવાનોની મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. ઘટનાસ્થળેથી ૯ થી ૧૦ ગોળીઓના ખોખા મળી આવ્યા છે, ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.