સુપ્રીમ કોર્ટે ૨૦૨૨ માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના હત્યા કેસમાં બે આરોપીઓ, પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન આપ્યા છે. કોર્ટના આદેશ મુજબ, બંને આરોપીઓને ટ્રાયલ ચાલુ હોય ત્યાં સુધી કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવશે. જસ્ટીસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ જારી કર્યો.
પવન બિશ્નોઈ પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંકળાયેલા હોવાનો અને હત્યાના કાવતરામાં વપરાયેલ વાહનની વ્યવસ્થા કરીને ગુનામાં લોજિસ્ટીકલ સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે. તેમણે કોર્ટમાં દલીલ કરી કે તેમની સામે એકમાત્ર આરોપ એ છે કે તેમણે ગુનામાં કથિત રીતે ઉપયોગમાં લેવાયેલી બોલેરો વાહનની વ્યવસ્થા કરી હતી.
સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી કે આરોપી માટે તેની સલામતી માટે જેલમાં રહેવું વધુ સારું રહેશે. આરોપીના વકીલે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટનો લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ સંબંધ નથી, ફક્ત એક સરનેમ શેર કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ લગભગ ત્રણ વર્ષ અને દસ મહિનાથી જેલમાં હતા, અને તેમની પાસેથી કોઈ જપ્તી કરવામાં આવી નથી.
રાજ્ય સરકારે જામીનનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે હત્યામાં વપરાયેલા વાહનની વ્યવસ્થા કરવા માટે સહ-આરોપી સભ્યો તરફથી પવન બિશ્નોઈને ૪૧ ફોન કરવામાં આવ્યા હતા. કોર્ટે જેલની અંદરથી અને ટ્રાયલના તબક્કામાંથી મોબાઇલ ફોનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો હતો તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સરકારે જણાવ્યું હતું કે કેસ હાલમાં પુરાવા રેકો‹ડગના તબક્કામાં છે, અને કેટલાક સુરક્ષિત સાક્ષીઓ આરોપી વિરુદ્ધ જુબાની આપી ચૂક્્યા છે. દરમિયાન, સહ-આરોપી જગતાર સિંહના વકીલે દલીલ કરી હતી કે મૂસેવાલાના ઘરની નજીક લગાવવામાં આવેલા કેમેરા તેમના પોતાના ઘરની સુરક્ષા માટે હતા, ગાયકના ઘરની તપાસ માટે નહીં. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન આપ્યા.
માં તેની એસયુવીમાં મુસાફરી કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈના નજીકના ગણાતા કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.







































