વહેલી સવારે અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં એક ભીડભાડવાળા ક્લબમાં ગોળીબાર થયો હતો. ગોળીબારની ઘટનામાં ૩ લોકોના મોત થયા છે અને ૮ અન્ય ઘાયલ થયા છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગના કમિશનર જેસિકા ટિશે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસકર્તાઓનું માનવું છે કે એક અથવા વધુ હુમલાખોરો હોઈ શકે છે. સ્થાનિક સમય મુજબ સવારે લગભગ ૩ઃ૩૦ વાગ્યે થયેલા વિવાદ બાદ હુમલાખોરોએ બ્રુકલિનના ક્રાઉન હાઇટ્‌સમાં ‘ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્જ’ પર અનેક હથિયારોથી ગોળીબાર કર્યો. ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા. જેસિકા ટિશે પત્રકારોને જણાવ્યું હતું કે, “ન્યુ યોર્ક શહેરમાં ગોળીબારની આ એક ભયાનક ઘટના છે.” તેમણે કહ્યું કે અધિકારીઓ લાઉન્જમાંથી મળી આવેલા ઓછામાં ઓછા ૩૬ ગોળા અને નજીકની શેરીમાંથી મળી આવેલી બંદૂકની પણ તપાસ કરી રહ્યા છે. ટિશેના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોમાં ૩ મહિલાઓ પણ છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તમામ ઘાયલો ખતરાની બહાર છે અને તેમની ઉંમર ૨૭ થી ૬૧ વર્ષની વચ્ચે છે.તમને જણાવી દઈએ કે અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. તાજેતરમાં, યુએસ રાજ્ય ટેક્સાસની રાજધાની ઓÂસ્ટનમાં ગોળીબાર થયો હતો. અહીં ‘ટાર્ગેટ’ કંપનીના સ્ટોરના પા‹કગ વિસ્તારમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨ પુખ્ત વયના લોકો અને એક બાળકનું મોત થયું હતું. ગુનો કર્યા પછી, આરોપી ચોરાયેલી કારમાં ભાગી ગયો હતો પરંતુ પોલીસે પાછળથી તેને પકડી લીધો હતો.રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા ૫૦ વર્ષોમાં, બંદૂક સંસ્કૃતિને કારણે ૧૫ લાખથી વધુ અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકાની વસ્તી લગભગ ૩૩ કરોડ છે પરંતુ શસ્ત્રોની સંખ્યા ૪૦ કરોડને વટાવી ગઈ છે. અમેરિકાના નિયમો અનુસાર, રાઇફલ અથવા નાની બંદૂકો ખરીદવા માટે લઘુત્તમ વય મર્યાદા ૧૮ વર્ષ છે અને અન્ય શ†ો માટે તે ૨૧ વર્ષ છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે.