આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જેકબ ડફીને પણ અનુભવી ૧૫ સભ્યોની બ્લેક કેપ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય ડફી આ ટીમનો એકમાત્ર ખેલાડી છે જે પહેલી વાર સિનિયર વર્લ્ડ કપમાં રમશે. આ ટુર્નામેન્ટ આવતા મહિને ભારત અને શ્રીલંકામાં રમાશે.
ન્યુઝીલેન્ડની આ ટીમ કુલ ૧૦૬૪ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટીમનું નેતૃત્વ મિશેલ સેન્ટનર કરશે, જે પોતાની કારકિર્દીની નવમી સિનિયર આઈસીસી ટુર્નામેન્ટમાં રમશે. ડફી હાલમાં આઈસીસી ટી૨૦ આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં બીજા ક્રમે છે અને ઉત્તમ ફોર્મમાં છે. ૨૦૨૫માં, ડફીએ ૩૬ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૭ ની સરેરાશથી કુલ ૮૧ વિકેટ લીધી હતી, જેણે સર રિચાર્ડ હેડલીનો ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ (૭૯ વિકેટ) તોડી નાખ્યો હતો. તેમની સાતત્યતા વર્લ્ડ કપ ટીમમાં તેમના સમાવેશનું મુખ્ય કારણ હતું. આ ઉત્તમ પ્રદર્શનને કારણે, તેમને તાજેતરમાં હરાજીમાં આરસીબીના ખેલાડીઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
ડફી સાથે ફાસ્ટ બોલિંગ વિભાગમાં લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી અને એડમ મિલ્ને જાડાયા છે, જ્યારે જીમી નીશમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. સ્પિન વિકલ્પોમાં ઇશ સોઢી, માઈકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્ર જેવા ઓલરાઉન્ડરનો સમાવેશ થાય છે.
ટીમના નિષ્ણાત બેટ્સમેનોમાં ફિન એલન, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, ડેરિલ મિશેલ અને ટિમ સીફર્ટનો સમાવેશ થાય છે. ટિમ સીફર્ટ ભારતમાં વિકેટકીપિંગ કરશે. તેણે તાજેતરમાં બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે સદી ફટકારી હતી.
એલન, ચેપમેન, ફર્ગ્યુસન, હેનરી અને સેન્ટનર ઈજામાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છે અને તેઓ ટુર્નામેન્ટ માટે ફિટ થવાની અપેક્ષા રાખે છે. કાયલ જેમીસનનો ફાસ્ટ બોલિંગ રિઝર્વ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રૂપ અને શેડ્યૂલ
બ્લેકકેપ્સને અફઘાનિસ્તાન, કેનેડા, દક્ષિણ આફ્રિકા ગ્રુપ ડ્ઢમાં મૂકવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ ૮ ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.
મેચ તારીખ સ્થળ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન – ૮ ફેબ્રુઆરી, ચેન્નાઈ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ યુએઈ – ૧૦ ફેબ્રુઆરી, ચેન્નાઈ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – ૧૫ ફેબ્રુઆરી, અમદાવાદ
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કેનેડા – ૧૭ ફેબ્રુઆરી, ચેન્નાઈ
ન્યુઝીલેન્ડે આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ અને શેડ્યૂલની જાહેરાત કરી
ટી૨૦ વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ટીમઃ મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઇશ સોઢી.













































