હમણાં ન્યાયતંત્ર મિડિયા અને સૉશિયલમિડિયા થકી બહુ દુઃખી છે. નુપૂરશર્માના કેસમાં ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલાએ કહ્યું કે સૉશિયલમિડિયા પર લગામ મૂકાવી જોઈએ. તે અર્ધસત્ય ફેલાવે છે. તો મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણે કહ્યું કે મિડિયા કાંગારૂ કૉર્ટ ચલાવે છે. કાંગારૂ કૉર્ટ એટલે અવૈધ ન્યાયાલય. તેમણે એમ પણ કહ્યું કે એજન્ડા સાથે થતી ડિબેટથી લોકશાહી નબળી પડી રહી છે.

કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રના પુત્ર અને લખીમપુરખીરીમાં ખેડૂતો પર કાર ચલાવવાના આરોપી આશીષ મિશ્ર જામીન યાચિકાના કેસમાં પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ કૃષ્ણ પહલે પણ આવું જ કહ્યું કે મિડિયા કાંગારૂ કૉર્ટ ચલાવે છે અને એજન્ડા સાથે ડિબેટો કરે છે.

આપણા દેશમાં લોકતંત્ર ચાર સ્તંભ પર ટકેલુંછે. એક, વિધાનપાલિકા, ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને સમાચાર માધ્યમો. અગાઉ અનેક વાર જ્યારે વિધાનપાલિકાએ સમાચાર માધ્યમોની સ્વતંત્રતા પર અંકુશ મૂકવા પ્રયાસ કર્યો છે ત્યારે ન્યાયપાલિકાએ સમાચાર માધ્યમોની તરફેણ કરી છે. કલાની બાબતમાં પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ ન્યાયપાલિકા કરતી આવી છે. તો પછી અચાનક ન્યાયાધીશો કેમ મિડિયા સામે બોલી રહ્યા છે? કેમ સૉશિયલમિડિયા પર નિયંત્રણોમૂકવાની વાત કરી રહ્યા છે?

આનું કારણ એ છે કે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપૂરશર્માએ મોહમ્મદ પયગંબર સામેની ટીપ્પણીના કેસમાં થયેલી બધી જ એફ. આઈ. આર. એક જ એફ. આઈ. આર.માં ક્લબ કરવા માટે યાચિકા કરી હતી જેથી દેશભરમાં તેમને ધક્કા ન ખાવા પડે, કારણકે તેમને જિહાદીઓએ મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી છે. એક મહિલા સામે આવો સંવેદનશીલ મુદ્દો હોય ત્યારે તેની કાયદા અનુસાર તેને રાહત મળે તેવું કરવું કે ન કરવું તે અલગ વાત છે, પણ ઉલટું, ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા (જેઓ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બરજોરકાવસજીપારડીવાલાના પુત્ર છે) અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતેનુપૂરશર્માને કહ્યું કે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે નુપૂરશર્માનીટીપ્પણીના કારણે થઈ રહ્યું છે! તેમણે શરત સાથે ક્ષમા માગી જે તેમની જિદ અને ઘમંડ દર્શાવે છે. તેમણે કહ્યું કે તેનાથી શું ફરક પડે છે કે તેઓ સત્તા પક્ષનાં પ્રવક્તા છે. તેઓ વિચારે છે કે તેમની પાસે સત્તાનું સમર્થન છે તેથી કાયદા વિરુદ્ધ ગમે તેમ બોલી શકે છે.

તેમણે કહ્યું કે ‘ટીવી ડિબેટ શેના વિશે હતી? તેનાથી માત્ર એક જ એજન્ડા સેટ કરાઈ રહ્યો છે. તેમણે એવો મુદ્દો કેમ પસંદ કર્યો જેના પર ન્યાયાલયમાં કેસ ચાલી રહ્યો છે.’ તેમણે એમ પણ કહ્યું કે નુપૂરને ધમકી મળી રહી છે કે તેઓ પોતે જ દેશની સુરક્ષા પર ખતરો છે? દેશમાં જે કંઈ (ઉદયપુરમાંકન્હૈયાલાલની હત્યા, અમરાવતીમાંઉમેશકોલ્હેની હત્યા…) થઈ રહ્યું છે તે માટે નુપૂરશર્મા જ જવાબદાર છે. તેમણે કહ્યું કે નુપૂરે ટીવી પર માફી માગવી જોઈએ.

આવું કહ્યું એટલે સૉશિયલમિડિયા પર લોકોનો ખૂબ જ આક્રોશ ફાટી નીકળ્યો. લોકોએ કહ્યું કે આ કેસમાં તો માત્ર યાચિકાસ્વીકારવાની કે અસ્વીકારવાની હતી અને તેના પર નિર્ણય આપવાનો હતો પરંતુ તેના બદલે ન્યાયાધીશોએ મૌખિક ટીપ્પણી કરી. મૌખિક ટીપ્પણી અંતિમ લેખિત ચુકાદાનો ભાગ હોતી નથી. લોકોએ કહ્યું કે શું આ શરિયા (મુસ્લિમોના કાયદા) કૉર્ટ છે? તેમણે કહ્યું કે કૉર્ટને જો એક જ જગ્યાએ (દિલ્લીમાં) બધી એફ. આઈ. આર. ક્લબ કરવી નહોતી તો ના પાડવી હતી અથવા હા પાડવી હતી, પરંતુ આવી ટીપ્પણી કરવાની ક્યાં આવશ્યકતા હતી? આના કારણે તો કટ્ટર મુસ્લિમોનો જુસ્સો ઓર વધશે અને તેમના પર હત્યાઓનાદોષના બદલે સુપ્રીમકૉર્ટેદોષનો ટોપલો નુપૂરશર્મા પર ઢોળી દીધો! નુપૂરશર્માએ પણ જે કહ્યું હતું તે તસ્લીમ રહેમાની દ્વારા વારંવાર ભગવાન શિવના શિવલિંગની મજાક ઉડાવાયા પછી કહ્યું હતું અને તે હદીસમાં છે જ જેને કટ્ટર મુસ્લિમોના આદર્શ ડૉ. ઝાકિરનાઇકે પણ કહ્યું છે. નુપૂરશર્માએ કોઈ મજાકિયા શબ્દ વાપર્યા નહોતા જેવા કે તસ્લીમ રહેમાની, દાનિશ કુરેશી કે અન્ય લોકોએ વાપર્યા હતા.

લોકોએ એમ પણ કહ્યું કે જસ્ટિસ પારડીવાલા કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા બી. કે. પારડીવાલાના પુત્ર છે અને જસ્ટિસ સૂર્યકાંત પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે જેના લીધે જસ્ટિસ એ. કે. ગોયને તેમની નિયુક્તિનો વિરોધ કર્યો હતો.

આ પછી જસ્ટિસ જે. બી. પારડીવાલાસૉશિયલમિડિયા પર ભડક્યા.

પરંતુ વાત અહીં પૂરી ન થઈ. આ પછી મોહમ્મદ ઝુબૈરનો કેસ સર્વોચ્ચમાં આવ્યો. મોહમ્મદ ઝુબૈરગુજરાતને રમખાણો માટે કુખ્યાત કરવાનું કામ કરનાર ઍક્ટિવિસ્ટ સ્વ. ડૉ. મુકુલ સિંહાના પુત્ર પ્રતીક સિંહા સાથે અલ્ટન્યૂઝ નામની વેબસાઇટ ચલાવતો હતો. આ વેબસાઇટ એક તરફી અર્ધસત્ય ફેક્ટ ચેક કરવાનું કામ કરતી હતી. ઝુબૈરે જ ડિબેટમાંનુપૂરશર્માનો હિસ્સો ક્લિપ બનાવી તેને અરબીમાં અનુવાદિત કરી ટ્વિટર પર મૂક્યો હતો જેથી આરબ દેશો પણ ભડક્યા હતા. અને આખો નાહકનોવિવાદ ઊભો થયો.

ઝુબૈરનાંજૂનાંટ્વીટ લોકોએ શોધી કાઢ્યાં અને તેમાં તેણે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ મજાક કરતું વાહિયાત ટ્વીટ કર્યું હતું અને મુસ્લિમોની ઉશ્કેરણી કરતાં ટ્વીટ પણ હતાં. એક તસવીર હનીમૂનહૉટલની હતી તો તેમાં તેણે ચેડા કરીને તેનું નામ હનુમાન હૉટલ કરી દીધું. આથી તેની સામે એફ. આઈ. આર. થઈ. સુદર્શન ન્યૂઝચેનલના એક ગ્રાફિક્સમાં કોઈ મસ્જિદની વાત હતી તો ઝુબૈરે અફવા ફેલાવી કે આ સ્થાન મુસ્લિમો માટે પવિત્ર મદીનાનીઅલ નવાબી મસ્જિદ છે અને તેણે મુસ્લિમોને સુદર્શન ન્યૂઝનો બહિષ્કાર કરવા ઉશ્કેર્યા હતા. પ્રશાંતસિંહેએફ.આઈ.આર. કરી કહ્યું કે ઝુબૈરની આ વાત અફવા જ હતી. તેણે કોરોના કાળ દરમિયાન મુસ્લિમો-હિન્દુઓ વચ્ચે વેરઝેર ફેલાવ્યું છે.

આ ઉપરાંત એક વૃદ્ધ મુસ્લિમનેતાવીજ માટે કેટલાક મુસ્લિમ યુવકો મારી રહ્યા હોવાના વિડિયોને કટ્ટરવાદી હિન્દુઓ જય શ્રી રામ બોલી આ વૃદ્ધને મારી રહ્યા હોવાનું જૂઠાણું ઝુબૈરેચલાવ્યું હતું. તેના માટે પણ તેના વિરુદ્ધ એફ. આઈ. આર. થઈ છે. ઉત્તર પ્રદેશમાં સીતાપુર પોલીસે સાધુઓ વિશે કથિત રીતે વાંધાજનક ટ્વીટ માટે પણ તેને હિરાસતમાં લેવા અનુરોધ કર્યો હતો.

ઝુબૈરને જામીનનો વિરોધ કરતાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે ઝુબૈરને એક ટ્વીટના ૧૨ લાખ અને ક્યારેક બે કરોડ રૂપિયા મળ્યા.

ઉપરોક્ત ફરિયાદો જોતાં સ્પષ્ટ છે કે નુપૂરશર્માની જેમ ઝુબૈર સામે એક સરખા મુદ્દે ફરિયાદ નથી. નુપૂરશર્મા સામે તો મોહમ્મદ પયગંબરનું અપમાન કરવાની જ ફરિયાદ બધે થઈ છે. ઝુબૈર સામે અલગ-અલગ ફરિયાદ થઈ છે.

પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયેઝુબૈરને જામીન આપી દીધા, તેને તત્કાળ છોડી મૂકવા કહ્યું, અને તેની સામે અલગ-અલગ ઠેકાણે થયેલા બધા કેસ ક્લબ કરવા આદેશ આપ્યો. એક તરફ, ન્યાયાધીશોમિડિયા કાંગારૂ કૉર્ટચલાવતી હોવાનું કહે છે પરંતુ ઝુબૈરના કેસમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે “અમે પત્રકારને કેવી રીતે કહી શકીએ કે તેણે શું લખવું (અને શું નહીં?)” (જજ નુપૂરશર્માના કિસ્સામાં મિડિયાને કહે છે કે શેના પર ડિબેટ કરવી અને મિડિયા ટ્રાયલ ન કરવી- અર્થાત્ કોઈ કેસના સમાચાર રોજેરોજ ન બતાવવા, પરંતુ ઝુબૈરના કેસમાં વલણ અલગ છે.) ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે ઝુબૈર કોઈ પત્રકાર નથી, ફૅક્ટચેકર છે.

‘ઇન્ડિયા ટૂડે’ના પત્રકાર શિવ અરૂરે સર્વોચ્ચ ન્યાયાલયનીનુપૂરશર્મા અને ઝુબૈર કેસમાં દલીલોને સામસામે મૂકી. એક તરફ, જજ નુપૂરશર્માને કહે છે કે તેણે ટીપ્પણી કરવાની જરૂર નહોતી તો ઝુબૈરના કેસમાં કહે છે કે તેને કેમ રોકી શકાય? તે પત્રકાર છે. નુપૂરશર્માએહદીસમાંલખેલી વાત જ કહી છે જ્યારે ઝુબૈરે તો હનીમૂનનું હનુમાન કરીને મજાક ઉડાવી છે. નુપૂરશર્મા જે કંઈ તોફાનો-હત્યા થઈ તે માટે જવાબદાર છે તેમ કૉર્ટ કહે છે જ્યારે એ જ કૉર્ટઝુબૈરને તોફાનો માટે જવાબદાર લેખતી નથી.નુપૂરશર્માની ધરપકડ કેમ નથી થઈ તેમ કૉર્ટ કહે છે જ્યારે ઝુબૈરના કિસ્સામાં કહે છે કે તેને હિરાસતમાં રાખવો ઉચિત નથી. ઝુબૈરનાટેકામાં આખી ઇકૉસિસ્ટમ આવી ગઈ છે. એનો આ સ્પષ્ટ પુરાવો છે. ઝુબૈરના જામીન એનડીટીવીના પત્રકાર શ્રીનિવાસનજૈને ૫૦ હજાર રૂપિયા ભરી મેળવ્યા છે. ‘ઇન્ડિયા ટૂડે’ ગ્રૂપના સ્વામી અરુણ પુરીની બહેન મધુ ત્રેહાન દ્વારા ચાલિતન્યૂઝ લૉન્ડ્રી ઝુબૈર સામે કોણે-કોણે ફરિયાદ કરી છે અને ટ્વિટર પર કોણ લખે છે તેની તપાસ કરી રહી છે.

આમ, સૉશિયલમિડિયા અને મિડિયા બંને પર ન્યાયતંત્રની તુલનાત્મક માહિતીના આધારે ટીકા થતાં ન્યાયાધીશોને હવે આ બંને સામે વાંધો પડ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણે તો કહ્યું કે વિરોધ દુશ્મનાવટમાંફેરવાઈ રહ્યો છે, વિરોધ માટે કોઈ અવકાશ જ નથી. લોકતંત્ર માટે આ ખરાબ નિશાની છે. એક મજબૂત લોકતંત્ર માટે વિપક્ષને મજબૂત કરવો પણ આવશ્યક છે. તેઓ રાજસ્થાન વિધાનસભામાં કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુનીઉપસ્થિતિમાં આમ કહી રહ્યા હતા!

આના પરથી સ્પષ્ટ છે કે કેટલાક ન્યાયાધીશો હવે જાહેરમાં સરકાર વિરુદ્ધ અને હિન્દુઓ વિરુદ્ધ આવી ગયા છે. પરંતુ આ બધી બાબતોનો જવાબ લોકોએ સૉશિયલમિડિયા પર આપ્યો.

લોકતંત્રની વાત- લોકોએ કહ્યું કે કટોકટી દરમિયાન જ્યારે લોકતંત્રને ગળે ટુંપોદેવાયો હતો ત્યારે ન્યાયતંત્ર કેમ મૌન હતું? ન્યાયમૂર્તિ હંસરાજખન્નાને ઈન્દિરા ગાંધી અને કટોકટીનો વિરોધ કરવા માટે લાયક હોવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બઢતી ન મળી ત્યારે કેમ ન્યાયાધીશો મૌન હતા? આમ તો, કોઈ અપરાધી સામે કેસ નીચલીકૉર્ટ, હાઇકૉર્ટ અને પછી સુપ્રીમ કૉર્ટમાં ચાલે, તેમાં વધુ વિશાળ બેંચ આગળ જાય, સમીક્ષા યાચિકા થાય અને પછી જો દેહાંત દંડની સજા થાય તો રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દોષિત કરી શકે. એ પછી રાષ્ટ્રપતિની અનુમતિ હોય તો સામાન્યત: ફાંસી જ આપવાની હોય.

મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બધડાકામાંબસ્સોથી વધુ લોકો માર્યા ગયા હતા તે કેસમાં અનેક તબક્કા પછી દોષિત ઠરી ફાંસીની સજા સાંભળનાર યાકૂબમેમણનેરાષ્ટ્રપતિએ ફાંસીની અનુમતિ આપી તે પછી તેને ફાંસીની પહેલાની રાત્રે ત્રણ વાગે સર્વોચ્ચ ન્યાયાલયખુલ્યું. એક દોષિત માટે આ રીતે રાષ્ટ્રપતિની ઉપરવટ જઈ કૉર્ટખુલે તે યોગ્ય હતું? શું સામાન્ય માણસ માટે આ રીતે કૉર્ટ રાત્રે ત્રણ વાગે ખુલે છે? સંજય દત્તને પરિવારમાં લગ્નમાં હાજરી આપવા કે અન્ય કારણસર વારંવાર પેરૉલ મળતી રહી, સલમાન ખાન ‘હિટ ઍન્ડ રન’ કેસમાં નિર્દોષ છૂટ્યો વગેરે અનેક કેસોમાં શું ન્યાયની કસુવાવડ નથી થઈ? મોદી સરકારમાં કોઈ કાયદો બન્યો નથી કે તેના વિરુદ્ધ પીઆઈએલ થઈ નથી કે તરત જ તેના પર કેન્દ્ર સરકારનો જવાબ મગાયો નથી. અમુક કેસમાં તો કાયદો રદ્દ કરી દેવાયો! શું આ વિધાનપાલિકાના અધિકાર પર ન્યાયપાલિકાની તરાપ નથી? કોરોના કાળમાં પણ સતત સરકારો પાસે સુઑમૉટો અરજી દ્વારા જવાબ મગાતા રહ્યા. સરકાર લોકોની મદદ કરે કે કૉર્ટમાં જવાબ આપતી રહે?

નીચલાંન્યાયાલયોનેઅપરાધીઓને જામીન આપવામાં ઉદાર રહેવાનું સર્વોચ્ચ કહે ત્યારે શું એનાથી અપરાધમાં વધારો નહીં થાય? ઉત્તર પ્રદેશમાં પોતાના જ છ પરિવારજનોનીસંપત્તિના વિવાદમાં હત્યા કરનાર મુસ્લિમ મોમીન ખાન અને તેના બે સાથીઓને છોડી મૂકવાનો સર્વોચ્ચનો આદેશ શું ન્યાયની કસુવાવડ નથી? તીસ્તાસેતલવાડની ધરપકડ પર રોક લગાવવાનીયાચિકા ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિને ફગાવી અને તેના બેએકકલાકોની અંદર જ કપિલ સિબલયાચિકા કરી ધરપકડ પર રોકનો આદેશ સર્વોચ્ચમાંથી મેળવી લે તે શું બતાવે છે?ન્યાયાધીશો વડા પ્રધાનથી માંડીને ડૉક્ટરો, એન્જિનિયરોની જેમ કેમ સવારના આઠથી રાતના આઠ સુધી કામ નથી કરતા? શનિવાર અને રવિવારે તેમજ ઉનાળામાં કેમ લાંબુ વેકેશન રાખે છે?ચૂંટાયેલારાજકારણીઓને સંપત્તિ જાહેર કરવાની ફરજ પાડનારબધા ન્યાયાધીશો પોતાની સંપત્તિની વિગતો કેમ જાહેર નથી કરતા? કેસમાં તારીખ પે તારીખ કેમ આપવામાં આવે છે? આ બધા પ્રશ્નોના ઉત્તરો હવે ન્યાયાધીશો પાસે લોકો માગી રહ્યા છે.