નેપાળની સરહદ નજીક તિબ્બતના પહાડી વિસ્તાર શિજાંગમાં મંગળવારે સવારે એક કલાકની અંદર ૬ જેટલા ભૂકંપ આવ્યા. જેમાં રિક્ટર સ્કેલ પર ૭.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂંકપ પણ સામેલ હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ભૂકંપના કારણે તિબ્બતમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. લગભગ ૫૩ લોકોના જીવ ગયા છે. ભૂકંપે તિબ્બતના શિગાત્સે શહેરમાં ભારે તબાહી મચાવી છે. અનેક ઈમારતો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.
નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે સવાર સવારમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ની જાવા મળી. બિહાર, સિક્કિમ, અસમ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. તિબ્બતમાં પણ ૬-૮ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનું મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે.
ચીનની સરકારી એજન્સી સિન્હુઆએ જણાવ્યું છે કે શિજાંગ સ્વાયત્ત ક્ષેત્ર (તિબ્બતના શિગાત્સે શહેર)ના ડિંગરી કાઉન્ટીમાં આવેલા ૭.૧ની તીવ્રતાના ભૂકંપમાં ૫૩ લોકોના મોત થયા છે જ્યારે ૬૨ લોકો ઘાયલ થયા છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ, અને ભૂટાનના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.
ચીની મીડિયા મુજબ ભૂકંપના કેન્દ્ર પાસે અનેક ઈમારતો તૂટી પડી. ચીનના પબ્લીક બ્રોડકાસ્ટર સીસીટીવીએ કહ્યું કે, ડિંગરી કાઉન્ટી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખુબ ઝટકા મહેસૂસ થયા અને ભૂકંપના કેન્દ્ર પાસે અનેક ઈમારતો તૂટી પડી. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારે ઝટકા મહેસૂસ થયા બાદ લોકો ઘરોમાંથી બહાર આવી ગયા. કાઠમંડુની મીરા અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે હું સૂતી હતી અને અચાનક બેડ હલવા લાગ્યો. મને લાગ્યું કે મારું બાળક બેડ હલાવે છે. મે એટલું ધ્યાન ન આપ્યું. પરંતુ બારી હલતા મને લાગ્યું કે ભારે ભૂકંપ આવ્યો છે. હું જલદી બાળકને લઈને ઘરની બહાર ભાગી અને ખુલ્લા મેદાનમાં જતી રહી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ ૭.૧ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૫ વાગે નેપાળ-તિબ્બત સરહદ પાસે શિજાંગમાં આવ્યો. આટલી તીવ્રતાનો ભૂકંપ શÂક્તશાળી ગણાય છે અને ગંભીર નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય છે. ચીની અધિકારીઓએ તિબ્બતના બીજા સૌથી મોટા શિગાત્સે શહેરમાં ભૂકંપની તીવ્રતા ૬.૮ નોંધી. તે શિજાંગ ક્ષેત્રથી એક કલાકની અંદર ભૂકંપના ૫ વધુ ઝટકા મહેસૂસ થયા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૭ અને ૪.૯ માપવામાં આવી. ભૂકંપનું કેન્દર્ ત્યાં હતું જ્યાં ભારત અને યુરેશિયાની ટેક્ટોનિક પ્લેટ અથડાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે તિબેટ ક્ષેત્રના જીજાંગમાં ભૂકંપ આવ્યો હતો. અહીં સવારે ૬ઃ૩૦ વાગ્યે ૧૦ કિમીની ઊંડાઈએ ૭.૧ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ પછી ૭ઃ૦૨ વાગ્યે ૪.૭ની તીવ્રતાનો, ૦૭ઃ૦૭ વાગ્યે ૪.૯ની તીવ્રતાનો અને ૭ઃ૧૩ વાગ્યે પાંચની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેના કારણે લોકો ઘર છોડીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા રહ્યા હતા. જા કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.કાઠમંડુની રહેવાસી મીરા અધિકારીએ જણાવ્યું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું સૂઈ રહી હતી ત્યારે અચાનક બેડ ધ્રુજવા લાગ્યો, મને લાગ્યું કે મારું બાળક બેડ હલાવી રહ્યું છે. મેં એટલું ધ્યાન ન આપ્યું, પછી મેં જાયું કે બારી પણ ધ્રૂજી રહી હતી, ત્યારબાદ મને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે.
અગાઉ ગયા મહિને એટલે કે ૨૧મી ડિસેમ્બરે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૮ માપવામાં આવી હતી.એપ્રિલ ૨૦૧૫માં નેપાળમાં ૭.૮ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, અંદાજે ૯,૦૦૦ લોકો માર્યા ગયા અને આશરે ૨૨,૦૦૦ અન્ય લોકો ઘાયલ થયા. તેણે ૮૦૦,૦૦૦ થી વધુ ઘરો અને શાળાની ઇમારતોને નુકસાન પહોંચાડ્યું.૨૦૧૫માં પણ નેપાળમાં ૭.૮ થી ૮.૧ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. હિમાલયની શ્રેણીમાં અસ્થિર ટેક્ટોનિક પ્લેટોને કારણે ભૂકંપના આંચકા અનુભવાતા રહેશે.
બિહારના અનેક જિલ્લાઓ મોતિહારી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા, સિવાન, અરરિયા, સુપૌલ અને મુઝફ્ફરપુરમાં સવારે ૬.૪૦ વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. માલ્દા સહિત બંગાળના કેટલાક ભાગો અને સિક્કિમમાં પણ ધરતી ધ્રુજતી રહી. એવું કહેવાય છે કે પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રુજી. લોકો ભૂકંપના ઝટકા મહેસૂસ થતા ડરીને ઘરમાંથી બહાર આવી ગયા હતાં અને નાસભાગ મચી ગઇ હતી.યુએસજીએસ અર્થક્વેવક્સના જણાવ્યાં મુજબ નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ની જાવા મળી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળ-તિબ્બત સરહદ પાસે શિજાંગમાં રહ્યું.