તેમના સુંદર ખ્રિસ્તી લગ્ન પછી, નુપુર સેનન અને સ્ટેબિન બેનનો તેમના કવ્વાલી રાત્રિનો એક સુંદર વિડિઓ સામે આવ્યો છે, જેમાં તેઓ સાગર ભાટિયાના ગીતો પર નાચતા જાવા મળે છે. કૃતિ પણ તેમના સૂરો પર નાચતી જાવા મળે છે. પરિવારના નજીકના સભ્યો અને મિત્રો વરુણ શર્મા, દિશા પટણી, મૌની રોય, અમર કૌશિક અને દિનેશ વિજાન ખાસ ઉજવણીમાં હાજર રહ્યા હતા. દરમિયાન, ગાયક સાગર ભાટિયાની કવ્વાલી રાત્રિના ઘણા વિડિઓઝ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
નૂપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નના ફોટા અને વીડિયોથી ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. આ દંપતીએ ૧૦ જાન્યુઆરીએ ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા. રસપ્રદ અને શાનદાર સેટઅપ વચ્ચે, ગાયક સાગર ભાટિયાએ પોતાના મધુર અવાજથી સાંજને રોશન કરી, પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. નુપુરે ચમકતો સોનેરી લહેંગા પહેર્યો હતો, જ્યારે સ્ટેબિન બેને કાળા રંગનો પરંપરાગત કુર્તા સેટ પહેર્યો હતો. ગાયકોએ તેમના શક્તિશાળી અવાજા અને ઉર્જાવાન વાઇબ્સ સાથે સાંજને જીવંત બનાવી દીધી.
નુપુર સેનન-સ્ટેબિન બેનના કવ્વાલી નાઈટનો બીજા એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કૃતિ સેનન તેના પરિવાર સાથે સાગર ભાટિયાના સૂરો પર ડાન્સ કરતી જાવા મળી રહી છે. તે વાદળી ઇન્ડો-વેસ્ટર્ન પોશાકમાં અદભુત દેખાતી હતી.
અભિનેત્રી કૃતિ સેનન તેની બહેન નુપુરના લગ્ન પછી ભાવુક થઈ ગઈ હતી. તેણીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની બહેન નુપુર અને સ્ટેબિનના લગ્નના ફોટા શેર કર્યા. તેણીએ લખ્યું, “મારું હૃદય ખૂબ ખુશ છે! પ્રેમ, આનંદ અને આશીર્વાદથી ભરેલું છે. મારી નાની બહેનને તેના સપનાના પ્રેમ સાથે લગ્ન કરતી જાઈ.” નુપુરે લગ્ન માટે સફેદ ગાઉન પહેર્યો હતો. બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની બહેન, નુપુર સેનન અને બોયફ્રેન્ડ સ્ટેબિન બેને ઉદયપુરના ફેરમોન્ટ પેલેસમાં સફેદ લગ્ન કર્યા હતા.










































