અમરેલીના જાણીતા નીલકંઠ જ્વેલર્સ દ્વારા ગ્રાહકલક્ષી ‘ખરીદી કરો અને ઇનામ જીતા’ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૦-૦૧-૨૦૨૬ના રોજ શહેરની કડવા પટેલ સમાજ વાડી, હનુમાન પરા રોડ લકી ડ્રોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ડ્રોમાં પાચ એક્ટિવા સહિત કુલ ૧૦૧ જેટલા આકર્ષક ઇનામો ગ્રાહકોને પ્રાપ્ત થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નીલકંઠ જ્વેલર્સના ઓનર કેતનભાઈ ધોળકિયા તથા પ્રકાશભાઈ ધોળકિયાએ આ તકે જણાવ્યું હતું કે, સંસ્થા હંમેશા સુવર્ણના વેચાણ દ્વારા ગ્રાહકોના જીવનને વધારે સમૃદ્ધ બનાવવા માટે કાર્યરત છે. નીલકંઠ જ્વેલર્સનો મુખ્ય ધ્યેય ઉતમ સેવાઓ પ્રદાન કરી લોકોના જીવનને વધારે સમૃદ્ધ બનાવવાનો છે. સંસ્થા પોતાના વારસાગત સંસ્કારો, પ્રમાણિકતા અને અતૂટ વિશ્વાસના સંકલનથી ગ્રાહકોની અવિરત સેવા કરી રહી છે. આ વિશેષ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સંતો-મહંતો તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









































