નાગ અશ્વીનની ‘કલ્કી ૨૮૯૮ એડી’, જે ૨૦૨૪ માં રિલીઝ થઈ હતી, તે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આશરે ૧,૧૮૦ કરોડની કમાણી કરી હતી. પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મે હવે સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે, પરંતુ થોડા મહિના પહેલા, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે દીપિકા હવે આ ફિલ્મનો ભાગ નથી. હવે, કલ્કી સિક્વલ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નિર્માતાઓએ ‘કલ્કી ૨’ માટે દીપિકા પાદુકોણનો વિકલ્પ શોધી કાઢ્યો છે. નિર્માતાઓએ સુમતિનું પાત્ર ભજવવા માટે એક અગ્રણી દક્ષિણ ભારતીય અભિનેત્રીની પસંદગી કરી છે.
અહેવાલ મુજબ, નિર્માતાઓ કલ્કી ૨ માં ‘રામાયણ’ ફેમ સાઈ પલ્લવી સાથે દીપિકા પાદુકોણને બદલવાનું વિચારી રહ્યા છે, જાકે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. જાકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઈ પલ્લવી હવે ‘કલ્કી ૨૮૯૮ એડી’ માં દીપિકાના પાત્ર, સુમતિની વાર્તાને આગળ ધપાવતી જાવા મળશે અને નિર્માતાઓ માને છે કે તે આ ભૂમિકા માટે યોગ્ય છે. જાકે, ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
એ નોંધવું જાઈએ કે દીપિકા પાદુકોણ અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫ માં સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ ફિલ્મ છોડી ચૂકી હતી. તે આ ફિલ્મમાં પ્રભાસ સાથે કામ કરવાની હતી, પરંતુ દિગ્દર્શક સાથેના મતભેદને કારણે, તેણીએ ફિલ્મ છોડી દીધી હતી અને તેના સ્થાને તૃપ્તિ ડિમરી આવી હતી. ત્યારબાદ, ‘કલ્કી ૨૮૯૮ એડી’ ની સિક્વલમાંથી તેણીના બહાર નીકળવાના અહેવાલો સામે આવ્યા હતા, જેની નિર્માતાઓએ પણ પુષ્ટિ કરી હતી. વૈજયંતી મૂવીઝે એક પોસ્ટ શેર કરીને દીપિકાના ફિલ્મ છોડી દેવાની પુષ્ટિ કરી હતી. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે દીપિકાએ લગભગ ૨૦ દિવસ સુધી કલ્કી ૨ માટે શૂટિંગ કર્યું હતું, પરંતુ બાદમાં ફિલ્મ છોડી દીધી હતી.
વૈજયંતી મુવીઝે એક પોસ્ટ શેર કરીને લખ્યું, “આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ કલ્કી ૨૮૯૮છડ્ઢ ની આગામી સિક્વલનો ભાગ નહીં હોય. કાળજીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. પહેલી ફિલ્મ બનાવવાની લાંબી સફર છતાં, અમે અમારી ભાગીદારી ચાલુ રાખી શક્યા નહીં. અને કલ્કી ૨૮૯૮છડ્ઢ જેવી ફિલ્મ તે પ્રતિબદ્ધતા અને તેનાથી વધુને પાત્ર છે. અમે તેણીને તેના ભવિષ્યના કાર્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.”
જૂન ૨૦૨૪ માં રિલીઝ થયેલી, કલ્કી ૨૮૯૮ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. દીપિકાએ ફિલ્મમાં સુમતીનો રોલ ભજવ્યો હતો અને તેના અભિનય માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મે ?૧૦૦૦ કરોડથી વધુ કમાણી કરી હતી. અભિનેત્રીએ ફિલ્મ રિલીઝ થયા પછી સપ્ટેમ્બરમાં તેની પુત્રી દુઆને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેણીએ કલ્કી ૨ માટે ૮ કલાકની શિફ્ટની માંગણી કરી હતી, જે ફિલ્મમાંથી તેણીને બહાર કાઢવાનું કારણ બન્યું હતું.














































