આજે ફરી એકવાર ભારતીય શેરબજારમાં અંધાધૂંધી જોવા મળી. શુક્રવારે બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. ગ્રીન ઝોનમાં ખુલેલા બજારનો રંગ આજે ઘણી વખત બદલાતો જોવા મળ્યો
અને અંતે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયો. બીએસઈ સેન્સેક્સ ૨૪૧.૩૦ પોઈન્ટ ઘટીને ૭૭,૩૭૮.૯૧ પર બંધ થયો.એનએસઇનો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૯૫.૦૦ પોઈન્ટ ઘટીને ૨૩,૪૩૧.૫૦ પોઈન્ટ પર બંધ થયો. જોકે, આજે આઇટી સેક્ટરના શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
ગુરુવારે, સેન્સેક્સ ૭૭,૬૨૦.૨૧ પોઈન્ટ પર બંધ થયો હતો અને આજે તે ૭૭,૬૮૨.૫૯ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સ ૭૭,૦૯૯.૫૫ પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તરથી ૭૭,૯૧૯.૭૦ પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તર પર પહોંચ્યો. આના પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આજે બજારમાં કેટલી વધઘટ થઈ છે. સેન્સેક્સની જેમ, નિફ્ટીમાં પણ આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. શુક્રવારે, નિફ્ટી ૨૩,૫૯૬.૬૦ પોઈન્ટના ઈન્ટ્રાડે હાઈથી ૨૩,૩૪૪.૩૫ પોઈન્ટના ઈન્ટ્રાડે લો પર પહોંચ્યો હતો.
સપ્તાહના છેલ્લા દિવસે, સેન્સેક્સની ૩૦ માંથી ૨૧ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. જ્યારે, ૮ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં રહ્યા. લીલા રંગમાં બંધ થયેલા ૮ શેરોમાંથી 4 IT શેરો હતા. આજે TCS ના શેર સૌથી વધુ ૫.૬૭ ટકાના વધારા સાથે બંધ થયા. આ ઉપરાંત, ટેક મહિન્દ્રાના શેર ૩.૬૩ ટકા, એચસીએલ ટેક ૩.૧૩ ટકા, ઇન્ફોસિસ ૨.૫૫ ટકા, બજાજ ફિનસર્વ ૦.૫૫ ટકા, ભારતી એરટેલ ૦.૫૧ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૨૬ ટકા અને એન એન્ડ ટીના શેર ૦.૧૯ ટકાના વધારા સાથે બંધ થયા.
બીએસઈ સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં આજે મહત્તમ ૪.૪૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે,એનટીપીસીના શેર ૩.૭૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૫૭ ટકા,એસબીઆઇ ૨.૨૬ ટકા, સન ફાર્મા ૨.૨૫ ટકા, એક્સિસ બેંક ૧.૯૫ ટકા, ટાટા સ્ટીલ ૧.૮૯ ટકા, પાવરગ્રીડ ૧.૮૦ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૬૭ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૬૫ ટકા, ટાઇટન ૧.૬૭ ટકા વધ્યા. ૧.૪૦ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૩૧ ટકા, આઇટીસી ૧.૧૮ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૩ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૧.૧૦ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ૧.૦૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા.