આજના સમયમાં બહારનું ભોજન લેવું એક સમસ્યા બની ગઇ છે, કારણ કે વારંવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં સારી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા અથવા અન્ય જીવજંતુઓ બહાર આવતા રહે છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખાઉધરા નામના રેસ્ટોરન્ટમાં આવી જ ઘટના સામે આવી છે. એક ગ્રાહકે સાંભાર માંગાવ્યો અને તેમાંથી વંદો બહાર આવ્યો.
તુષાર ભોગબનનાર ગ્રાહકએ જણાવ્યું કે, જ્યારે તેણે સાંભાર ખાધો ત્યારે તેને કંઈક નાનકડી વસ્તુ દેખાઈ. આગળ જાઈને તે ભયભીત થઈ ગયો, કારણ કે તે વંદો હતો. આ ભયાનક દ્રશ્ય જાઈને ગ્રાહકે તરત જ ફોનથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. બનાવેલો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે જાઈને અન્ય લોકો પણ ચિંતિત થયા છે. ઘણા લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.
આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખોરાકમાં સફાઈ અને હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાઉધરા રેસ્ટોરન્ટમાં આવી ઘટના સર્જાતા, ગ્રાહકે તરત જ છસ્ઝ્રમાં ફરિયાદ નોંધાવી છે. છસ્ઝ્રની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને રેસ્ટોરન્ટના સાફ-સફાઈ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે તપાસવામાં આવશે.
આ ઘટના માત્ર નિકોલ વિસ્તારમાં જ નહીં, પરંતુ દરેક લોકો માટે ચિંતાનો વિષય બની છે. ખોરાકમાં વંદા અથવા અન્ય જીવજંતુઓ જાવા મળતા અનેક કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે, જે લોકોમાં રેસ્ટોરન્ટ પર વિશ્વાસ અંગે શંકા ઊભી કરે છે. આ સ્થિતિમાં અધિકારીઓ દ્વારા શહેરના લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે ખોરાક લેતા પહેલા રેસ્ટોરન્ટની સફાઈ, હાઈજીન અને ગ્રાહકોની સુરક્ષા અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે. ગ્રાહકો કોઈ અસ્વચ્છ અનુભવ કરતા હો તો તરત જ ફરિયાદ નોંધાવવી જાઈએ, જેથી જરૂરી કાર્યવાહી શક્ય બને. આ ઘટના ગ્રાહકો માટે ચેતવણીરૂપ છે કે તેઓ બહારનું ભોજન લેતી વખતે હંમેશાં સાવધન રહે.