ઔરંગઝેબ એક નિષ્ઠુર, ક્રૂર, ધર્માંધ, ઝનૂની, કટ્ટર, અતિવિસ્તારવાદી, હિંદુદ્વેષી મુસ્લિમ શાસક હતો. શાહજહાં અને મુમતાઝના ચૌદ પૈકીનું છઠ્ઠું સંતાન હતો. સગા ભાઈઓ સહિત જે તેની ગાદી માટે હકદાવો કરી શકે તેવો ખતરો હતા એ તમામની કતલ કરાવીને તખ્ત પર બેઠો હતો. પોતાના વૃદ્ધ પિતાને પણ તેમના જીવનના છેલ્લાં સાત વર્ષો આગ્રાના કિલ્લામાં કેદ કરીને રાખ્યા હતા. એના કારણે મક્કાના શરીફે ઔરંગઝેબને ભારતના સત્તાવાર શાસક માનવાનો ઇનકાર કરી દીધો હતો. ઔરંગઝેબે મોકલેલી ભેટસોગાદો પણ તેઓ સ્વીકારતા નહોતા. ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ પોતાના પુસ્તક ‘ડિસ્કવરી આૅફ ઇન્ડિયા’માં લખ્યું હતું કે ઔરંગઝેબ એક ધર્માંધ અને રૂઢિચુસ્ત વ્યક્તિ હતો. તેણે હિન્દુઓના મેળા, ઉત્સવો, ધાર્મિક તહેવારો વગેરે જાહેરમાં ઉજવવાની મનાઈ ફરમાવી. હિંદુઓ પર તેણે ફરી જજિયાવેરો નાંખ્યો. તેણે મુસ્લિમો કરતાં હિન્દુઓ પાસેથી વધારે કરવેરા વસૂલ કર્યા. પોતાના શાસનકાળ દરમિયાન બંધાયેલ ઘણાંખરાં હિન્દુ મંદિરો ઔરંગઝેબે તોડાવી નખાવ્યાં. શીખોના મંદિરો તોડી પાડવાની નીતિની શીખગુરુ તેગબહાદુરે ટીકા કરી, ઔરંગઝેબે તેગબહાદુરને મુસ્લિમધર્મ સ્વીકારવા દબાણ કર્યું, પણ તેગબહાદુરે તેનો ઇન્કાર કર્યો. ઔરંગઝેબે તેગબહાદુરનો વધ કરાવ્યો. તેગબહાદુરના પુત્ર ગુરુ ગોવિંદસિંહે ખાલસા નામે શીખ લશ્કરી દળ સ્થાપીને ઔરંગઝેબ સામે લલકાર કર્યો. આ યુધ્ધમાં ગોવિંદસિંહના બે પુત્રો કેદ પકડાયા, એ બે પુત્રોએ પણ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કરતાં ઔરંગઝેબે તેમનો ક્રૂર રીતે વધ કરાવ્યો. ગુરુ ગોવિંદસિંહનું મુઘલો સામેનું યુદ્ધ ઔરંગઝેબના મૃત્યુ સુધી ચાલુ રહ્યું. મુઘલ સામ્રાજ્યના પતનમાં શીખોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો. મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ-આલમગીર પાદશાહ ગુજરાતના દાહોદમાં પેદા થયેલો એક નાની કોમનો હીરો હતો અને એક મોટી કોમનો વિલન હતો.
દરેક પ્રજા પાસે એક શૌર્યપુરુષ હોય છે, એક હીરો હોય છે. હિંદુઓ પાસે દરેક કાળમાં દરેક આક્રમણની સામે એક તાકાત, એક પૌરુષ પ્રગટ થતું રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ભગતસિંહ… ચંદ નામ છે. દેશના કોઈ નામી અનામી ખૂણે માભોમની રક્ષા કાજે અનેકો વીર ઝઝૂમી ગયા છે, દુશ્મનને મારી ગયા છે, પોતે શહીદ થયા છે. દરેકનો ઈતિહાસ નથી લખાયો. હિન્દુસ્તાનની બદકિસ્મતી છે કે બહુમત પ્રજા પર સદીઓ સુધી નાની પ્રજાનું શાસન રહ્યું છે. એ શાસકોએ પોતાની દ્રષ્ટિથી ઇતિહાસનું આલેખન કરાવ્યું છે. એ ગયા બાદ પણ દરબારી કક્ષાના જુઠ્ઠા, એકતરફી, સરકારી માનઅકરામ પર નભતા, બહુમત હિંદુઓ પ્રત્યે ઔરંગઝેબ જેવો દ્વેષ ધરાવતા હુક્કાબરદાર જેવા ઈતિહાસકારો દ્વારા તેનું આલેખન અને સમર્થન થતું રહ્યું. પરિણામ એ આવ્યું કે હિન્દુસ્તાનની પેઢી દર પેઢી હિન્દુસ્તાનના આક્રાન્તાઓના નામ ગોખતી ગઈ. એટલે આજે કોઈને એટલી છૂટ મળી ગઈ છે કે એ પ્રજાની વચ્ચે રહી તમે ઔરંગઝેબને હીરો ધારી શકો છો.
ભારતની પ્રજાને અન્નદાતાઓની ખુશામત કરતો ઈતિહાસ સતત પીરસવામાં આવ્યો. ગુલામીના જનીનો જેના લોહીમાં ઉતરી ગયા છે અને એના આકાઓના પહોંચા પર ચોપડેલું અફીણ ચાટીને ઘેનમાં રહેવાની આદત છે એમણે લખ્યું કે પોરસ હારી ગયો હતો અને સિકંદર તો થાકીને પાછો ફર્યો હતો. હકીકતે સિકંદરે ભારતની ધરતી પર પગ પણ મુક્યો નથી. એ ઝેલમના સામા કાંઠેથી પરત ફરી ગયો હતો. તરાઈના પહેલા યુધ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મહમદ ઘોરીને હરાવ્યો અને માફ કર્યો એ ઈતિહાસ માત્ર ચાર લીટીમાં આલેખાઈ ગયો હકીકતમાં એ ભારતના ઇતિહાસની એક માઈલસ્ટોન ઘટના છે, અને મહમદ ગઝનીએ સોમનાથ લૂંટ્યું અને સોનાના ગાડા ભર્યા ત્યારે એ ગાડાના બળદોના સિંગ કેટલા અંશે વાંકળિયા હતા અને જે જાનવરો પર ખજાનો લાદીને લઇ ગયો એ જાનવરોએ કઈ કઈ જગ્યાએ પેશાબ કર્યો હતો એની ભૌગોલિક સ્થાન સ્થિતિ સુધીનું વર્ણન તમને આવા વેશ્યાના દલાલો ટાઇપના ઇતિહાસકારોના ચોપડાઓમાંથી મળી રહે છે. ભારતની આવનારી પેઢીઓ ક્યો ઈતિહાસ ભણશે એ નક્કી કરનારાઓના હાડકાઓમાં પાણી ભર્યું હતું. એમના મત પ્રમાણે ભારતનો ઈતિહાસ ૧૯૪૭ કે પ્રથમ પાંચવર્ષીય યોજના લાગુ કર્યેથી શરુ થતો હતો.
એનું પરિણામ હોઈ શકે કે આજે પણ દેશમાં ઔરંગઝેબને હીરો તરીકે સ્વીકારતા, માનતા નેતાઓ ચૂંટાઈ આવે છે. કોઈ આક્રાન્તા દેશને છિન્નભિન્ન કરી ગયો હોય, એક ધર્મની આસ્થાને ઘોડાની ખરીઓ તળે રોંદી ગયો હોય, ભાઈઓની કતલ કરીને અને બાપને જેલમાં સડવી મારીને જે ગાદીનશીન થઇ જવાના મૂલ્યો પ્રસ્થાપિત કરી ગયો હોય, જો એ તમારો હીરો હોય, તો સ્વાભાવિક છે કે છત્રપતિ શિવાજી મહારાજ જે પ્રજાના હીરો છે, એ પ્રજાને પણ તમે દુશ્મન તરીકે જોતા હોઈ શકો છો. હવે સમય બદલાયો છે. પ્રતિકારનું લાલઘુમ સ્વરૂપ ફરી રહ્યું છે. તમે થૂંકેલું એ જ જગ્યાએથી ચટાવવા એક પેઢી ઉભી છે, જે સાચો ઈતિહાસ જાણી ચૂકી છે. એક ફિલ્મ કે જેમાં સાચો ઈતિહાસ બતાવીને તમે જેને નાયક માનો છો, તેનું સાચું ચારિત્ર્ય બતાવવામાં આવ્યું એમાં પીડા થઇ ગઈ ? આજદિન સુધી બોલીવુડના ભાંડ કલાકારો તમારી પસંદના ઈતિહાસ પર વિકૃત નાયકોનું મહિમામંડન કરી રહ્યા હતા ત્યાં સુધી બધું સમુસૂતરું હતું.
ક્વિક નોટ — “હિંદુસ્તાનના શાહજાદાએ પહેરી હોય તેવી મોતીઓની સુંદર માળાઓ તેના ગળામાં ન હતી. તેના માથા ઉપર પાઘડી ન હતી અને કોઈ સામાન્ય માણસ પહેરે એવી કાશ્મીરી શાલ તેના માથે વિંટાળવામાં આવી હતી.”
“તેમની પાછળ ખુલ્લી તલવારે એક સિપાહી પણ ચાલી રહ્યો હતો. તેઓ જો ભાગવાની કોશિશ કરે તો તેમના માથા ઘડથી અલગ કરી દેવાનો હુકમ હતો.” સલ્તનતના શાહજાદા દારાનું સરઘસ ચીંથરેહાલ હાલતમાં તેના ભાઈએ દિલ્હીની સડકો પર કાઢ્યું.
– નિકોલો મનૂચી – ઇટાલિયન મુસાફર, પોતાની બુક ‘સ્ટોરીયા દો મોગોરમાં દારા શિકોહના દિલ્હી સરઘસ અંગે production@infiniumpharmachem.com