રાજયમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે
કુંકાવાવ-વડીયા તાલુકામાં ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. નાની કુંકાવાવ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૧.૧૫ કરોડના ખર્ચે નાની કુંકાવાવથી નવા ઉજળા વચ્ચેના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત, રાજયમંત્રીએ સરદાર પ્રાથમિક શાળાના પ્રાર્થના ખંડનું લોકાર્પણ અને મનરેગા યોજના અન્વયે રૂ.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂ.૭૧ લાખના ખર્ચે તળાવ નવીનીકરણ અને રૂ.૪૫ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલના કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. મોટી કુંકાવાવ ખાતે, મંત્રીએ ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદીના નવા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ.૧૦ હજાર કરોડના રાહત પેકેજ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.









































