સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામે પ્રૌઢે ઝેરી દવા પીધા બાદ સારવારમાં મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.બનાવ અંગે દિપકભાઇ મુકેશભાઇ ભાટકીયા (ઉ.વ.૩૩) એ જાહેર કર્યા મુજબ, મુકેશભાઇ બચુભાઇ ભાટકીયા (ઉ.વ.૬૨)એ કોઇ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન તેઓ મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના ચાંદલીયાડુંગર ખાતે માલઢોરના પાણી પીવાના અવેડામાં રમતાં રમતાં પડી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું.






































