અમરેલીના નાના ગોખરવાળા ગામે ખેડૂતના ઘરમાં ચોરી થઈ હતી. રોકડા ૨૨,૦૦૦ની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે હિંમતભાઈ નનુભાઈ ટીંબડીયા (ઉ.વ.૫૫)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અજાણ્યો ચોર ઇસમ તેમના ઘરના રહેણાંક મકાનમાં નકુચો તોડીને પ્રવેશ્યો હતો. તે શેટી નીચે પડેલા રોકડા ૨૦૦૦૦ તથા તેની પત્નીના કબાટમાં રાખેલા રોકડા ૨૦૦૦ મળી કુલ ૨૨,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.








































