ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં સતત પાંચમી વાર બજેટ રજુ કર્યું. આ વખતે બજેટમાં મુખ્ય ફોકસ ય્રૂછદ્ગ પર છે એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશકિત ને વધુ સશક્ત બનાવવા વિવિધ જાહેરાતો અને જાગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ના માટે આ વખતે કુલ ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડ (૪,૦૮,૦૫૩ કરોડ)નું વિક્રમી બજેટ રજુ થયું. જે હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા ૨૯૦૨ કરોડની જાગવાઇ કરવામાં આવી છે.
આ જાગવાઈઓમાં જેજાહેરાતો કરાઈ છે તેમાં – નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે ૨૨૬ કરોડની જાગવાઇ.,- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૨૦૦ કરોડની જાગવાઇ.,- પી. એમ. સેતુ યોજના અંતર્ગત ૨૦૦ કરોડની જાગવાઇ.,- શ્રમિક બસેરા યોજના માટે ૧૫૦ કરોડની જાગવાઇ.- રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ૯૭ કરોડની જાગવાઇ. – સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા ૮૪ કરોડની જાગવાઇ.- વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ૬૪ કરોડની જાગવાઇ.- ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ૬૦ કરોડની જાગવાઇ.- “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત ૪૦ કરોડની જાગવાઇ.- રાજ્યની તમામ સરકારી આઇટીઆઇ ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે ૨ યુનિફોર્મ માટે ડીબીટીથી સહાય કરવા ૩૦ કરોડની જાગવાઇ.,- મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ૨૫ કરોડની જાગવાઇ.,- સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ૫ લાખની સહાય આપવા ૧૨ કરોડની જાગવાઇ.
નાણાંમંત્રીએ અન્ય જે મહત્વની જાગવાઈઓ કરવામાં આવી છે તેમાં શિક્ષણ વિભાગ માટે કુલ ૬૩૧૮૪ કરોડની જાગવાઇ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જાગવાઇ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જાગવાઇ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ૨૮૫૬ કરોડની જાગવાઇ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ૨૦૦૬ કરોડની જાગવાઇ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૨૯૭૦૯ કરોડની જાગવાઇ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જાગવાઇ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જાગવાઇ કરવામાંઆવી છે.
આ ઉપરાંત નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જાગવાઇ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જાગવાઇ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ૨૬૩૪ કરોડની જાગવાઇ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૧૩૯૪૨ કરોડની જાગવાઇ, પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ૩૦૯૦ કરોડની જાગવાઇ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૪૦૨૨ કરોડની જાગવાઇ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ૨૯૧૦ કરોડની જાગવાઇ, મહેસૂલ વિભાગ માટે કુલ ૫૫૫૨ કરોડની જાગવાઇ, ગૃહ વિભાગ માટે કુલ ૧૪૨૬૫ કરોડની જાગવાઇ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ૪૮૪૨ કરોડની જાગવાઇ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૩૫૬૦ કરોડની જાગવાઇ કરવામાં આવી છે.