નાગેશ્રીમાં પાદર વિસ્તારમાં આવેલા ભુરીયા હનુમાન મંદિર આશ્રમમાંથી પૂજારીની બંડીમાંથી રોકડા ૨૦ હજારની ઉઠાંતરી કરી ઈસમ ફરાર થઈ ગયો હતો.
બનાવ સંદર્ભે સેવા પૂજા કરતા રાજેશ્વરગીરી ભોલાગીરી બાપુ (ઉ.વ.૫૮)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ચારેક વાગ્યાની આસપાસ તેના નાગેશ્રી પાદર વિસ્તારમાં આવેલા ભુરીયા હનુમાન મંદિર આશ્રમે આગળના ભાગે ખુલ્લી જગ્યામાં ખાટલા ઉપર રાખેલી બંડીના ખિસ્સામાંથી કોઈ અજાણ્યા ઈસમે આવી રોકડા રૂ.૨૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.ડી. ઝણકાટ વધુ તપાસ કરી રહ્યા છે.