જાફરાબાદના નાગેશ્રી ગામે નેસ઼ડી પાટીમાં ઝઘડા મુદ્દે ઠપકો આપતાં બે પક્ષોમાં જામી હતી. આ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. અશોકભાઈ
દાનાભાઈ મહીડા (ઉ.વ.૩૦)એ અજયભાઈ લખમણભાઈ જોગદીયા, સુરેશભાઈ કાનાભાઈ જોગદીયા, વિપુલભાઈ મંગાભાઈ જોગદીયા, લખમણભાઈ હમીરભાઈ જોગદીયા, અમુબેન લખમણભાઈ જોગદીયા, કાંતાબેન કાનાભાઈ જોગદીયા તથા જાગુબેન વિપુલભાઈ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના ભત્રીજા રાહુલભાઈ સાથે અજયભાઈ જોગદીયાએ ઝઘડો કર્યો હતો. જેથી તેઓએ આરોપીઓને ઠપકો આપતા સામાવાળાઓને સારૂ નહોતું લાગ્યું અને નાગેશ્રી ગામે નેસડી પાટીમાં આવેલ ઓટા પાસે તેમની સાથે ઝગડો કરી, ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજાઓ કરી અને ગાળો આપી હતી.
જે બાદ અજયભાઈ લખમણભાઈ જોગદીયા (ઉ.વ.૨૬)એ રાહુલભાઈ મહેશભાઈ મહીડા, રામભાઈ હરસુરભાઈ મહીડા, અશોકભાઈ દાનાભાઈ મહીડા, ભનુબેન મહેશભાઈ મહીડા, જહુબેન રામભાઈ મહીડા, શીલ્પાબેન દીલીપભાઈ ચૌહાણ તથા અસ્મીતાબેન અશોકભાઈ મહીડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભત્રીજા પાર્થ સાથે આરોપી ઝઘડો કરતા હતા. જેથી તેમણે આરોપીઓને ઠપકો આપતા સામાવાળાઓને સારૂ નહોતું લાગ્યું અને નાગેશ્રી ગામે નેસડી પાટીમાં આવેલ ઓટા પાસે તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેમજ ગાળો બોલી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.