અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી જુગારીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખાંભાના નવા માલકનેસ ગામેથી પાંચ મહિલાઓ સહિત છ પુરુષો સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતાં રોકડા ૩૮૮૦ સાથે પકડાયા હતા. ચિતલમાંથી નવ ઇસમો રોકડા ૧૧,૩૮૦ સાથે, વરસડા ગામેથી ૮ ઈસમો રોકડા ૬૪,૨૦૦ સાથે, દેરડી-જાનબાઈ ગામેથી છ ઈસમો સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતાં રોકડા ૧૦,૪૨૦ના મુદ્દામાલ સાથે, ઘોબા ગામેથી આઠ શખ્સો રોકડા ૨૧,૩૦૦ સાથે, સાવરકુંડલામાંથી ૧૦ શખ્સો રોકડ ૨૬,૫૬૦ સાથે, નાગેશ્રી ગામે મહુડી વિસ્તારમાંથી પાંચ ઈસમો રોકડા ૧૯,૩૫૦ સાથે પકડાયા હતા.