હીરાભાઈ સોલંકી, કૌશિક વેકરીયા અને મહેશ કસવાળામાંથી મંત્રી બનશે તેવી ચર્ચાઓ
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ, જગદીશ વિશ્વકર્મા ગઈકાલે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંગઠન મંત્રી રત્નાકર સાથે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતશાહ સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થયા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ તેજ બની છે. જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાથી વધુ મંત્રી બનાવવામાં આવશે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છ.ે ત્યારે, અમરેલી જિલ્લો કે જેણે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આપ્યા છે, તે જિલ્લામાંથી બે મંત્રી બને તેવી સંભાવના પ્રબળ બની છે. જાણવા મળતી માહિતી મુજબ હાલ કૌશિક વેકરીયા નાયબ મુખ્ય દંડક છે, તેને મંત્રી બનાવવામાં આવશે અથવા સંગઠનનો બહોળો અનુભવ ધરાવનાર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા પણ મંત્રી પદની રેસમાં આગળ છે. ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી રહેલા પરશોતમ સોલંકીને પડતા મુકવામાં આવશે તેવુ લાગી રહ્યુ છ.ે જા પરશોતમ સોલંકીને પડતા મુકવામાં આવશે તો રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રાજય સરકારમાં મંત્રી બનાવવામાં આવશે. આમ, હાલ તો તમામ સમીકરણો જાતા અમરેલી જિલ્લામાંથી આ વખતે પ્રથમવાર બે મંત્રી બને તેવી સંભાવના પ્રબળ બની છે.






































