નવસારીને વાંસદામાં વહેલી સવારે ૫.૨૭ વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો. નવસારી જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાંસદા તાલુકા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ સવારે ૫ઃ૨૭ વાગ્યે આવેલા ભૂકંપથી જાગી ગયા હતા અને ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપશાસ્ત્રય કેન્દ્રના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ હતી.
વાંસદાના જુજ ડેમ નજીકના ગામોમાં આંચકા સૌથી વધુ તીવ્રતાથી અનુભવાયા હતા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ ડેમ વારંવાર આ વિસ્તારમાં ભૂકંપની પ્રવૃત્તિનું કારણ બને છે. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક હળવા આંચકા અનુભવાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
ભૂકંપનું કેન્દ્ર ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હતું. મહારાષ્ટ્રમાં આ ભૂકંપની અસર વાંસદા તાલુકાના સરહદી ગામોમાં સીધી અનુભવાઈ હતી. વહેલી સવારે આવેલા આ અચાનક આવેલા ભૂકંપથી લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ગભરાટ ફેલાયો હતો. અત્યાર સુધી, આ ઘટનામાં કોઈ જાનહાનિના કે કોઈ મોટા માલ-મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.










































