સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંઘાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૮૦ ટકા જળસંગ્રહ થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી ૧૩૨.૫૭ મીટર પહોંચી છે, જ્યારે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધીની છે. છેલ્લા ૨૪ કલાકમાં જળસપાટીમાં ૨.૭૭ મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ૫,૦૭,૭૫૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે નર્મદા ડેમમાંથી ૧,૩૭,૦૮૦ ક્યુસેક પાણીની જાવક છે. ડેમના ૧૫ દરવાજા ખોલી ૨.૮૬ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવાનું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના ૬ ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી ૪૩,૭૫૫ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૧૪,૦૯૭ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં ૧.૩૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે ૫ દરવાજા ખોલી ૫૦૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે. જોકે હાલ આ ૧.૩૯ લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તાર ના ગામોને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદીમાં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દેવામાં આવ્યા છે.