અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામે અત્યારે રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપને મોટો ફટકો પડ્યો છે. સિકોતર માતાના મંદિરની દીવાલ તોડી પાડવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જાવા મળ્યો હતો, જે અંતે સામૂહિક પક્ષપલટામાં પરિણમ્યો છે.
જાણકારી અનુસાર, તંત્ર અને રાજકીય આગેવાનોએ મળીને એકપક્ષીય કામગીરી કરી મંદિરની દીવાલ તોડી પાડી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાતા ઠાકોર સમાજ દ્વારા એક ‘જનાક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જનાક્રોશ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા ( ,ભરતસિંહ સોલંકી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ નેતાઓની હાજરીમાં ગામના અંદાજે ૭૦૦થી વધુ લોકોએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને આગામી સમયમાં કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રામપુર ગામમાં થયેલો આ સામૂહિક પક્ષપલટો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગ્રામજનોના આક્રોશ અને આ રાજકીય ધરતીકંપને કારણે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે