ધોરાજી શહેરમાં હનુમાન વાડી સહિત અનેક હનુમાનજીના મંદિરો ખાતે હનુમાન જયંતી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. શહેરભરમાં મહા આરતી, મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. હનુમાન વાડીના પ્રાચીન મંદિરે હજારો ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
હનુમાન જયંતી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ મહા આરતી અને પ્રસાદનો લાભ લીધો. સેવાકીય પ્રવૃત્તિઓમાં સ્થાનિક લોકો, દાતાઓ અને મહિલાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ધોરાજીના દરબારગઢ, સોનીવાડી, પંચમુખી હનુમાનજી મંદિર સહિત શહેરના અનેક મંદિરોમાં ઉત્સવ ધામધૂમથી ઉજવાયો.