ધોરાજીના વેગડી ગામ નજીક આવેલી ભાદર નદીમાંથી એક વૃદ્ધ પુરુષનો મૃતદેહ તરતો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ જામકંડોરણા અને ધોરાજી પોલીસ તંત્ર, તેમજ ધોરાજી નગરપાલિકાનો ફાયર બ્રિગેડ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ ઉપરાંત, તરવડા ગામના સરપંચ અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાશને નદીમાંથી બહાર કાઢીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ PM માટે મોકલી આપવામાં આવી છે. હાલ, મૃતક અજાણ્યા પુરુષની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સરપંચ અને પોલીસ તંત્ર દ્વારા આ લાશની ઓળખ કરવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ વૃદ્ધ પુરુષનું મૃત્યુ કયા કારણોસર થયું છે અને તેઓ કોણ છે તે અંગેની સાચી હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.