ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્‌યા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તાલુકાના ચીખલીયા મોટી મારડ રોડ પર બોલેરો ગાડી નંબર ય્ત્ન ૩૨ ૨્‌ ૪૦૯૨ ની તપાસ કરતા તેમાંથી દેશી બાવળનું લાકડું મળી આવેલ હતું. તે લાકડું ચીખલીયા મોટી મારડ રોડથી જમણી બાજુના ખારા વિસ્તારમાંથી કાપેલ જણાયું હતું. આ લાકડું તેઓ ઉપલેટા તરફ લઈ જતા હતા. આ મુદ્દામાલ વાહતુક કરવા માટે તેઓ પાસે કોઈ પ્રકારની પરમીટ ન હોવાના કારણે ગેરકાયદે વાહતુકનો ગુનો નોંધી કુલ પકડાયેલ ૨ ઈસમો અનુક્રમે બુખારી શબ્બીર હુસૈન મહંમદ હુસૈન તથા સમા સુફિયાન ઇકબાલ હુસૈન કે જેઓ નાગલખડા ગામના છે તેઓ પાસે રહેલ બોલેરો ગાડી સાથે અટક કરી છે.