ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનો પ્રારંભ પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના નેતૃત્વમાં ગુજરાતમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત ૦૨નું આયોજન કરવામાં આવેલું છે ત્યારે ધોરાજી શાહ કોલેજ ખાતે આ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં યોગબોર્ડના રાજકોટ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કોઓર્ડીનેટર દક્ષાબેન હિરપરાના માર્ગદર્શનમાં યોગ કોચ મીતાબેન વોરા તથા સંચાલક હીનાબેન સાંગાણી અને પ્રવિણાબેન વઘાસિયા તેમજ અન્ય યોગ ટ્રેનરો દ્વારા યોગાભ્યાસથી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.







































