ધોરાજી સોરઠીયા લુહાર જ્ઞાતિ સમાજ દ્વારા તારીખ ૧૦/૨૦૨૫ થી તારીખ ૧૭/૧૧/૨૦૨૫ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપુર રોડ પર ધારેશ્વર પાર્ક, સોરઠીયા લુહાર સમાજની વાડીમાં આ આયોજન કરાયું છે. લુહાર જ્ઞાતિના કુળગોર શાસ્ત્રી ઉત્સવભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદીના વ્યાસાસને બપોરે ૨ઃ૦૦ કલાકે વિશાળ પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થયો હતો. કથા મહોત્સવ દરમિયાન વિવિધ મહોત્સવો પણ ઉજવાશે. કથા દરમિયાન તારીખ ૧૬/૧૧/૨૦૨૫, રવિવારના રોજ રાજકોટ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત વિશ્વકર્મા લુહાર જ્ઞાતિનો ૧૭મો સ્નેહમિલન અને પસંદગી મેળો પણ યોજાશે. આયોજનને સફળ બનાવવા સોરઠીયા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ અને મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.






































