ધોરાજી ખાતે સૈયદ અલ્હાજ હાજી મુસ્તુફા બાવા શિરાજીના ઉર્સ મુબારકની ઉજવણી કોમી એકતાના માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે તા. ૧૧ જાન્યુઆરીના રોજ કયુમ બાવા શિરાજી, મોઇન બાવા શિરાજી અને ડાડા બાવા શિરાજી દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલના સહયોગથી ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્‌યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાંત ડોક્ટરોએ ૩૦૦ જેટલા દર્દીઓનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપી હતી.