ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે ધોરાજી તાલુકાના આરોપીને પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદને લઈ થયેલ ચાર્જ શીટ બાદ ખૂબ જ ઓછા સમયમાં આખો કેસ ચલાવી આજીવન કેદની સજા ફટકારી હતી. પીડિતાની સગી માતા તે માત્ર છ માસની હતી ત્યારે અવસાન પામી હતી. આ ભોગ બનનાર તેના દાદી અને પરદાદી સાથે રહેતા હતા. સગીરાના પિતા સામે તે સમયે પણ પોતાની પત્નિને આત્મહત્યા કરવા માટે દુષ્પ પ્રેરણા આપવા અંગેનો ગુનો દાખલ થયો હતો પરંતુ તે કેસમાં સજા થઈ શકી નહોતી. આરોપીએ બીજા લગ્ન કરેલા અને પોતાના નવા પત્નિ અને પરિવાર સાથે તે જ ગામમાં રહેતા હતા. ત્યારબાદ બનાવથી આશરે થોડા સમય પહેલા ભોગ બનનારને પોતાની ઘરે બોલાવેલ અને રાત્રિના સમયે રાત્રિ દરમિયાન બે વખત દુષ્કર્મ આચરેલું હતું. દુષ્કર્મનો સિલસિલો વારંવાર ચાલુ રહ્યો હતો. અંતે ભોગ બનનારે હિંમત કરી અને કાયદાનો સહારો લીધો હતો. આરોપી પર દારૂ જુગાર અને પોતાની પત્નિને આત્મહત્યા કરવા માટે દુષપ્રેરણા આપવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.